Home International Chinese Minister Wang Yi On India Amid Us Tariff War Lets Make Elephant Dragon Dance

અમેરિકા સાથે વિવાદ વચ્ચે : ભારત અને ચીનના સંબંધમાં સુધારો?

અમેરિકા સાથે વિવાદ વચ્ચે
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2025, 01:18 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારપછીથી અમેરિકા અને ચીન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ ચીનની આયાત પર 20 ટકા ટેરિફ લાદ્યો છે. આ બધાની વચ્ચે હવે ચીનની નજર ભારત પર છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ શુક્રવારે નવી દિલ્હી અને બેઇજિંગને સાથે મળીને કામ કરવા અને વર્ચસ્વવાદ અને સત્તાના રાજકારણનો વિરોધ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા વિનંતી કરી હતી. તેમના નિવેદન પર અમેરિકા સાથે ચાલી રહેલા વિવાદના સંદર્ભમાં વિચાર કરવામાં આવી રહ્યો છે.

નેશનલ પીપલ્સ કોંગ્રેસની બેઠક બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું, "ડ્રેગન અને હાથીને નચાવવું એક વાસ્તવિકતા છે અને એકમાત્ર સાચો વિકલ્પ છે. તેમણે કહ્યું, "એકબીજાને ટેકો આપવો અને એકબીજાને નબળા પાડવાને બદલે સહકાર મજબૂત કરવો એ બંને લોકો અને રાષ્ટ્રોના મૂળભૂત હિતમાં છે.

જો બે મોટા અર્થતંત્રો એક સાથે આવે તો..."

જો એશિયાના બે સૌથી મોટા અર્થતંત્રો એવા બંને દેશો એક સાથે આવે તો આંતરરાષ્ટ્રીય સંબંધોનું લોકશાહીકરણ અને 'ગ્લોબલ સાઉથ "નો વિકાસ થશે અને ઉજ્જવળ ભવિષ્ય હશે. "ગ્લોબલ સાઉથ" એ એવા દેશોનો ઉલ્લેખ થાય છે જેને ઘણીવાર વિકાસશીલ, અવિકસિત તરીકે ઓળખવામાં આવે છે અને મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકામાં સ્થિત છે". વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણીવાર 'ગ્લોબલ સાઉથ "શબ્દનો ઉપયોગ કરતા સાંભળ્યા હશે.

ભારત અને ચીનના સંબંધોમાં નોંધપાત્ર સુધારો

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું હતું કે ગત વર્ષે પૂર્વી લદ્દાખમાં ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા સૈન્ય ગતિરોધના અંત પછી ભારત-ચીન સંબંધોમાં સકારાત્મક પ્રગતિ થઈ છે અને તમામ સ્તરે ઉત્સાહજનક પરિણામો આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે રશિયાના કઝાન શહેરમાં સફળ બેઠક બાદ છેલ્લા એક વર્ષમાં ચીન-ભારતના સંબંધોમાં સકારાત્મક પ્રગતિ થઈ છે. ત્યારબાદ, બંને પક્ષોએ નેતાઓ વચ્ચે થયેલી સમજણનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું, તમામ સ્તરે આદાન-પ્રદાન અને વ્યવહારુ સહકારને મજબૂત કર્યો અને ઘણા સકારાત્મક પરિણામો પ્રાપ્ત કર્યા.

જોકે, ભારતે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, ભારત સરકાર ચીન સાથે સંબંધોને સકારાત્મક દિશા આપવા માટે કામ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ