Home International Chinas Dangerous Plan The Us Fighter Jet F 35 Will Be Able To Shoot Down Without A Missile Know How Itwill Work

ચીનનો ખતરનાક પ્લાન! : મિસાઈલ છોડ્યા વગર જ તોડી પાડશે અમેરિકાનું F-35 ફાઈટર જેટ, જાણો કેવી રીતે કરશે આ કામ

ચીનનો ખતરનાક પ્લાન!
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 01:36 PM IST

China-America war: એક તરફ જ્યાં દુનિયાનો શક્તિશાળી દેશ અમેરિકા પોતાની પૂરી ઉર્જા ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં લગાવી રહ્યો છે, તો બીજી તરફ ચીન એક ખતરનાક પ્લાન પર કામ કરી રહ્યું છે. ચીન માટે ઈરાન સંકટ એક તક બનીને આવ્યું છે, જેથી તે છૂપી રીતે પોતાના પ્લાનને અંજામ આપી શકે અને કોઈનું ધ્યાન તેના પર ન જાય. તાજેતરમાં જ ચીને ચૂપચાપ એક એવો દસ્તાવેજ જાહેર કર્યો છે જે આવનારા દાયકાઓના આર્થિક અને સૈન્ય શક્તિના સંતુલનને બદલી શકે છે.

‘કોઈ ધ્યાન નથી આપી રહ્યું, એ જ તો હેતુ છે’

5 માર્ચના રોજ નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં રજૂ કરવામાં આવેલી 141 પાનાની 15મી પંચવર્ષીય યોજના માત્ર એક સામાન્ય આર્થિક નીતિનો દસ્તાવેજ નથી, પરંતુ તે ચીનના રાષ્ટ્રીય તકનીકી અભિયાનની બ્લુપ્રિન્ટ છે. રોકાણ વિશ્લેષક અને લેખક શાનકા અંસેલમ પરેરાએ X (ટ્વિટર) પર લખ્યું છે કે, ‘કોઈ ધ્યાન નથી આપી રહ્યું, એ જ તો હેતુ છે.’ મળેલી માહિતી મુજબ, ચીનની પંચવર્ષીય યોજના સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર કેન્દ્રિત છે, જેનાથી ભવિષ્યના યુદ્ધની સ્થિતિ બદલાઈ જશે.

બેજિંગનો ખતરનાક પ્લાન

બેજિંગનો ઈરાદો આગામી દાયકામાં AIને અર્થતંત્રના મોટાભાગના ક્ષેત્રોમાં વણી લેવાનો છે. હ્યુમનૉઇડ રોબોટિક્સ (માનવ જેવા દેખાતા રોબોટ્સ) ને મુખ્ય ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેનું ઉત્પાદન પાંચ વર્ષમાં બમણું કરવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત, સ્પેસ-અર્થ ક્વોન્ટમ કોમ્યુનિકેશન નેટવર્ક વિકસાવવા, ન્યુક્લિયર ફ્યુઝન રિસર્ચને ગતિ આપવા અને બ્રેઈન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ ટેકનોલોજીને આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. AI ટેકનોલોજી વધારવા માટે ચીને ઉદ્યોગોનું મૂલ્ય 10 ટ્રિલિયન યુઆન (આશરે 1.4 ટ્રિલિયન ડોલર) થી વધુ હોવાનો અંદાજ મૂક્યો છે.

અમેરિકાથી 4 કદમ આગળ ચીન

લેખક શાનકા અંસેલમ પરેરાના જણાવ્યા અનુસાર, આ ચીનની આર્થિક વિકાસ યોજના નથી, પરંતુ એક એવું યુદ્ધ અભિયાન છે જે અમેરિકા લડી જ નથી રહ્યું. અમેરિકા પોતાનું પૂરું ધ્યાન ચિપ બનાવવા પર કેન્દ્રિત કરી રહ્યું છે, જ્યારે ચીનનો પ્લાન ઘણો મોટો છે. ચીનનો ઈરાદો AIને આખા અર્થતંત્રમાં ફેલાવવાનો છે, જેના દ્વારા તે ભવિષ્યના યુદ્ધમાં અમેરિકાના F-35 ફાઈટર જેટને કોઈ પણ મિસાઈલ વગરપણ તોડી પાડવા સક્ષમ બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now