પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત પર આકરી પ્રતિક્રિયા આપતા બેઇજિંગે કહ્યું કે દ્વિપક્ષીય સહકારમાં ચીનને મુદ્દો ન બનાવવો જોઈએ અને તેનાથી કોઈ ત્રીજા દેશના હિતોને નુકસાન ન થવું જોઈએ.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યું કે એશિયા-પેસિફિક શાંતિપૂર્ણ વિકાસનું કેન્દ્ર છે, ભૌગોલિક રાજકીય દુશ્મનાવટનું ક્ષેત્ર નથી.
શાંતિ અને સ્થિરતા માટે અનુકૂળ હોવું જોઈએઃ ચીન
એક સવાલના જવાબમાં ગુઓએ કહ્યું કે ચીનનું માનવું છે કે ચીનને કોઈ મુદ્દો ન બનાવવો જોઈએ અથવા દેશો વચ્ચેના સંબંધો અને સહકારમાં અન્યના હિતોને નુકસાન પહોંચાડવું ના હોવુ જોઈએ તેમજ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે અનુકૂળ હોવું જોઈએ.
તેમણે કહ્યું, "વિશેષ જૂથોની રચના અને જૂથવાદના રાજકારણ અને જૂથવાદના સંઘર્ષોમાં સામેલ થવાથી સુરક્ષા નહીં આવે અને એશિયા-પેસિફિક અને સમગ્ર વિશ્વને કોઈ પણ રીતે શાંતિપૂર્ણ અને સ્થિર નહીં રાખે.
મોદી અને ટ્રમ્પ વચ્ચે શું થયું?
મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીતમાં સંરક્ષણ સહકારને મજબૂત કરવા અને અમેરિકા અને ભારત વચ્ચે ગાઢ ભાગીદારીને મુક્ત, ખુલ્લા, શાંતિપૂર્ણ તેમજ સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાવવા સહિત વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.
મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાટાઘાટો પછી બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો ભારત-યુએસ સંરક્ષણ સંબંધોને આગળ વધારવા માટે સહમત થયા છે અને 21મી સદી માટે એક નવી પહેલ શરૂ કરી છે-'યુએસ-ઇન્ડિયા કોમ્પેક્ટ' (સૈન્ય ભાગીદારી માટે તકો ઊભી કરવી, વાણિજ્ય અને ટેકનોલોજીને વેગ આપવો)
બંને નેતાઓએ પુનઃપુષ્ટિ કરી હતી કે, અમેરિકા અને ભારત વચ્ચે ગાઢ ભાગીદારી મુક્ત, ખુલ્લા, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ હિન્દ-પ્રશાંત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. તેમણે અન્ય મુદ્દાઓ વચ્ચે ક્વાડ ભાગીદારીને મજબૂત કરવા વિષયે પણ વાત કરી.





