Home Entertainment Chhaava Actor Vicky Kaushal Was Cast As Aurangzeb In Karan Johar Historical Film Takht

છત્રપતિ સંભાજી મહારાજ પહેલાં વિકી ભજવવાનો હતો ઔરંગઝેબનું પાત્ર : પણ છાવામાં નહીં, અન્ય ફિલ્મમાં

છત્રપતિ સંભાજી મહારાજ પહેલાં વિકી ભજવવાનો હતો ઔરંગઝેબનું પાત્ર
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2025, 07:34 AM IST

વિકી કૌશલની ફિલ્મ 'છાવા' થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે અને કલેક્શન પણ ખુબ સારુ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં વિકી ખુદ છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં છે જ્યારે અક્ષય ખન્નાએ ઔરંગઝેબની ભૂમિકા ભજવી છે. પરંતુ શું તમે જાણો છો કે 'છાવા' માં છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવતા પહેલા વિકીને એક ફિલ્મમાં ઔરંગઝેબનો રોલ ઓફર કર્યો હતો.

કરણ જોહરના પ્રોજેક્ટ તખ્ત માટે કરીના કપૂર, રણવીર સિંહ, જ્હાન્વી કપૂર, ભૂમિ પેડનેકર, વિકી કૌશલ અને અનિલ કપૂરને લેવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં વિકી કૌશલે ઔરંગઝેબની ભૂમિકા ભજવવાની હતી.

વિકીએ તખ્ત વિશે શું કહ્યું?

એક મુલાકાત દરમિયાન વિકીએ કહ્યું કે તે મુગલ શાસકની ભૂમિકા ભજવવા માટે ખૂબ જ ઉત્સુક હતો. અભિનેતાએ કહ્યું હતું, "હું તખ્તની પ્રોસેસ શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. તેમા એક એવું પાત્ર છે જે ખરેખર મારી પાસેથી ઘણું માંગશે. અને ત્યાં જ તમે એક એક્ટર દ્વારા જીવનને એક અલગ દ્રષ્ટિકોણથી જુઓ છો. તે પાત્ર સાથે ન્યાય કરવો મુશ્કેલ બની જાય છે. આવા પાત્રો માટે સૌથી મુશ્કેલ કાર્ય તેમના શરીર, તેમની ભાષા પર કામ કરવું અને પોતાને તેના માટે માનસિક રીતે તૈયાર કરવાનું છે ".

ક્યારેય રિલીઝ થઈ જ ના શકી ફિલ્મ

'તખ્ત' ક્યારેય ફ્લોર પર નહોતી ગઈ, તેથી જ વિકી ઔરંગઝેબની ભૂમિકામાં જોવા મળ્યો ન હતો. માત્ર નિર્માતાઓ અને દિગ્દર્શક જ સમજાવી શકે છે કે ફિલ્મ કેમ બંધ કરવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now