ઓપન AIનું ChatGPT સર્વર વિશ્વભરમાં ડાઉન થઈ ગઈ છે. ઘણા વપરાશકર્તાઓએ આ અંગે ફરિયાદ પણ કરી છે. છેલ્લા 2 કલાક કરતા વધુ સમયથી ChatGPTનો ઉપયોગ કરી શકતો નથી. ChatGPTમાં લોગ ઇન કરવામાં અને Ghibli ફોટા બનાવવામાં અનેક પ્રકારની સમસ્યા આવી રહી છે.
ડાઉન ડિટેક્ટર અનુસાર 84% વપરાશકર્તાઓ હાલમાં ChatGPTનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જ્યારે 12% વપરાશકર્તાઓ એવા છે જેમને એપ્લિકેશન પર કામ કરવામાં મુશ્કેલી આવી રહી છે. આ ઉપરાંત ઘણા વપરાશકર્તાઓએ એવી પણ ફરિયાદ કરી છે કે, તેઓ પ્લેટફોર્મ પર ઘિબલી ફોટો બનાવી શકતા નથી. ફક્ત ChatGPT જ નહીં, સોરા અને ઓપનએઆઈના ટેક્સ્ટ ટુ વિડીયો જનરેશન પ્લેટફોર્મના સર્વર પણ ડાઉન થયા છે.
ઓપન aiએ સર્વર ડાઉન થવાની વાત સ્વીકારી છે. . પ્લેટફોર્મ શક્ય તેટલી વહેલી તકે આ સમસ્યાને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. CEO સેમ ઓલ્ટમેને કહ્યું લાખો લોકો એક સાથે Ghibli પર ફોટો બનાવતા હોવાને કારણે આ સમસ્યા આવી રહી છે.






