Home National Chamba Bolero Gorge Accident Seven Dead Himachal

હિમાચલના ચંબામાં મધરાતે મચ્યો હાહાકાર : મુંડન વિધિથી પરત ફરી રહેલી બોલેરો ખીણમાં ખાબકી, એક જ ગામના 7 લોકોનાં મોત

Himachal Chamba Accident
Published by: Viral Patel
Last Updated: Jun 18, 2026, 05:02 AM IST

Himachal Chamba Accident: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. અહીં બુધવાર મોડી રાત્રે ચંબા-મસરૂંડ માર્ગ પર છતરૂંડ પાસે એક બોલેરો ગાડી અનિયંત્રિત થઈને ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ભીષણ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. જીવ ગુમાવનારા તમામ લોકો એક જ ગામના રહેવાસી હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલું બોલેરો વાહન (HP-01C-2581) ગ્રામ પંચાયત કુઠેડના મહલ ગામનું હતું. ગામના કેટલાક લોકો નજીકના જ કાકડોથા ગામમાં આયોજિત એક બાળકના મુંડન સંસ્કારની ધામ (પરંપરાગત ભોજન સમારંભ)માં સામેલ થવા ગયા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ તમામ લોકો રાત્રે બોલેરોમાં સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન છતરૂંડ પાસે અચાનક ચાલકે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો અને ગાડી સીધી ઊંડી ખીણમાં જઈ પડી.

સમાજવાદી પાર્ટીમાં ફૂટના દાવા વચ્ચે ઓમ પ્રકાશ રાજભરનું મોટું નિવેદન: બળવાખોર જૂથનું નેતૃત્વ કોણ કરશે તે અંગે કર્યો ખુલાસો

ગાડીના કુચ્ચે-કુચ્ચા ઉડ્યા, ઘટનાસ્થળે જ શ્વાસ થંભી ગયા

અકસ્માત એટલો ભયાનક હતો કે ખીણમાં પડતાં જ બોલેરો ગાડીના કુચ્ચે-કુચ્ચા ઉડી ગયા હતા. ગાડીમાં સવાર છ લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હતી, જેનું પાછળથી મોત નીપજ્યું હતું. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષો સામેલ છે. અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના ગ્રામજનો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ જ સૌથી પહેલા અંધારામાં ખીણમાં ઉતરીને બચાવ કામગીરી શરૂ કરી હતી અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ક્રેશ બેરિયર ન હોવા પર રોષ ફાટી નીકળ્યો

આ દર્દનાક અકસ્માત બાદ સ્થાનિક રહીશોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે જે જગ્યાએ આ અકસ્માત થયો, ત્યાં રોડની કિનારે કોઈ ક્રેશ બેરિયર (સુરક્ષા કવચ) લગાવવામાં આવ્યું ન હતું. લોકોનો આક્ષેપ છે કે જો માર્ગ અને મકાન વિભાગે (PWD) અહીં સુરક્ષાની પાકી વ્યવસ્થા કરી હોત, તો કદાચ આ ભયાનક અકસ્માત ટાળી શકાયો હોત અને સાત માસૂમ જીવ બચી ગયા હોત.

દિલ્હી મેટ્રો ફેઝ-4થી બદલાશે રાજધાનીની ગતિ: આગામી મહિનાઓમાં ખુલશે નવા સ્ટેશનો અને કોરિડોર

ચંબાના પોલીસ અધિક્ષક (SP) વિજય કુમાર સકલાનીએ જણાવ્યું કે, પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચીને રાહત કામગીરી પૂર્ણ કરી લીધી છે. મૃતદેહોને કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી અકસ્માતના ચોક્કસ કારણોની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now