Home Entertainment Chahal Confirms His Relationship With Mahvash

Yuzvendra Chahal's Relationship Confirm? : ‘આખું ઇન્ડિયા Already જાણે છે’- ચહલ

Yuzvendra Chahal's Relationship Confirm?
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2025, 08:47 AM IST

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તેની શાનદાર બોલિંગની સાથે આ દિવસોમાં તેની પ્રાઇવેટ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં, નેટફ્લિક્સ પર પ્રસારિત થયેલા 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ના એક એપિસોડમાં ચહલે RJ મહવશ સાથેના તેના ચર્ચિત સંબંધો અંગે એક રમૂજી નિવેદન આપ્યું, જેણે ચાહકોમાં ઉત્સુકતા જગાવી દીધી છે. જ્યારે શોના કોમેડિયન કિકુ શારદાએ ચહલની શર્ટ પર લિપસ્ટિકના નિશાનનો ઉલ્લેખ કરીને પૂછ્યું, "આ શું ચાલી રહ્યું છે? આખો દેશ જાણવા માંગે છે, આ કોણ છે?" ત્યારે ચહલે હસતાં હસતાં જવાબ આપ્યો, "આખું ઇન્ડિયા ઓલરેડી જાણી ચૂક્યું છે." આ નિવેદનથી ચહલ અને મહવશના સંબંધની અટકળોને વધુ હવા મળી છે.


ચહલ અને મહવશની ચર્ચા ત્યારથી શરૂ થઈ જ્યારે ચહલના ધનશ્રી વર્મા સાથેના લગ્નજીવનમાં તિરાડ પડી. માર્ચ 2025માં બાંદરા ફેમિલી કોર્ટે ચહલ અને ધનશ્રીના છૂટાછેડાને મંજૂરી આપી, જેના પછી મહવશ અને ચહલને ઘણી વખત સાથે જોવામાં આવ્યા. IPL 2025 દરમિયાન મહવશ ચહલની ટીમ પંજાબ કિંગ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં હાજર રહી, અને બંને ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ દરમિયાન દુબઈમાં પણ સાથે જોવા મળ્યા. આ ઉપરાંત, ચહલે મહવશની વેબ સિરીઝ 'પ્યાર પૈસા પ્રોફિટ'ના પ્રમોશનમાં પણ સપોર્ટ બતાવ્યો, જેનાથી ચાહકોમાં તેમના સંબંધની ચર્ચા વધુ ગરમ થઈ.


જોકે, મહવશે અગાઉ આવી અટકળોને નકારી હતી અને ચહલ સાથેની તેની નિકટતાને માત્ર મિત્રતા ગણાવી હતી. એક ઇન્ટરવ્યૂમાં તેણે ટ્રોલિંગનો સામનો કરવા અંગે વાત કરી અને જણાવ્યું કે, "લોકો ઘણી વખત ખોટી અફવાઓ ફેલાવે છે, પરંતુ હું 2019થી મીડિયા ઇન્ડસ્ટ્રીમાં છું અને મેં મારી કારકિર્દી જાતે બનાવી છે." તેણે MS ધોની, શેન વોટસન જેવા ક્રિકેટરો સાથે કામ કર્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો. ચહલે પણ મહવશને "સૌથી કેરિંગ વ્યક્તિ" ગણાવી, જેનાથી ચાહકોમાં તેમની ચર્ચા વધુ તીવ્ર બની.


આ તમામ ઘટનાઓએ ચહલ અને મહવશના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર ગરમાગરમ ચર્ચા શરૂ કરી દીધી છે. X પર એક યુઝરે લખ્યું, "ચહલે RJ મહવશ સાથેનો સંબંધ લગભગ સ્વીકારી લીધો છે. બીજી તરફ, કેટલાક ચાહકો આ જોડીને સપોર્ટ કરી રહ્યા છે અને તેમની ખુશીની કામના કરી રહ્યા છે. શું આ ખરેખર નવી લવ સ્ટોરીની શરૂઆત છે, કે પછી માત્ર એક ગાઢ મિત્રતા? આ પ્રશ્નનો જવાબ આવનારો સમય જ આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now