Home National Census 2026 33 Questions And Privacy Rules Gujarat

વસતી ગણતરી વખતે કેવા-કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે? : જાણો ભૂલથી પણ ના આપવો જોઈએ આ ત્રણ સવાલોનો જવાબ

Census India questions
Published by: Viral Patel
Last Updated: Apr 03, 2026, 01:03 PM IST

Census Gujarat: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ચૂંટણી પ્રક્રિયા માટે વહીવટી તંત્ર, શિક્ષકો અને સરકારી કર્મચારીઓની મોટી સંખ્યામાં ફરજ લગાવવામાં આવે છે. આ પરિસ્થિતિમાં જનગણના જેવી વિશાળ કામગીરી માટે જરૂરી માનવબળ ઉપલબ્ધ ન રહેતા, સરકારે જનગણના પ્રક્રિયા હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી તંત્ર પરનો દબાણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે જનગણના વિભાગે આ કામગીરીને લંબાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી. જે દરખાસ્તને સરકારે મંજૂરીની મ્હોર મારી દીધી છે. ત્યારે એ જાણીએ કે જનગણના એટલેકે, વસ્તી ગણતરી વખતે કેવા-કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે? કેવા પ્રશ્નોનો જવાબ ન આપવો જોઈએ એ પણ જાણો વિગતવાર આ આર્ટિકલમાં.

વિકાસ માટેનો મજબૂત આધાર

જનગણના સરકારને ચોક્કસ અને વિશ્વસનીય આંકડા પૂરા પાડે છે, જેના આધારે વિકાસ યોજનાઓ બનાવવામાં આવે છે. ક્યાં નવા સ્કૂલ અથવા હોસ્પિટલ બનાવવાની જરૂર છે, કયા વિસ્તારમાં રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું જોઈએ. આ તમામ નિર્ણયો જનગણનાના ડેટા પર આધારિત હોય છે. યોગ્ય આંકડા વિના વિકાસની દિશા ખોટી જઈ શકે છે.

આ પણ વાંચો: કેમ જરૂરી છે જનગણના? શું છે વસ્તી ગણતરીનું મહત્ત્વ? : જાણો વિગતવાર કેમ તેના પર નભે છે દેશના વિકાસથી લઈને તમારી સુવિધા સુધીનો આધાર

ઉલ્લેખનીય છેકે, દેશમાં વસતિ ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી શરૂ થયો છે. જે 30 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં 'હાઉસ લિસ્ટિંગ' એટલે કે મકાનોની ગણતરી થશે. બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં થશે. તેમાં લોકોને તેમની જાતિ પૂછવામાં આવશે. આઝાદી પછી પહેલીવાર જાતિનો ડેટા એકત્રિત કરવામાં આવશે. આ પહેલા 1931માં આવું થયું હતું.

જનગણના 2026: પૂછાશે આ 33 મહત્વના પ્રશ્નો...

વ્યક્તિગત માહિતી

ક્રમાંક પ્રશ્ન

1 તમારું સંપૂર્ણ નામ શું છે?

2 ઘરમુખિયાના સાથે તમારો સંબંધ શું છે?

3 તમારું લિંગ શું છે?

4 તમારી જન્મ તારીખ અથવા ઉંમર શું છે?

5 વૈવાહિક સ્થિતિ શું છે?

સામાજિક અને શૈક્ષણિક માહિતી

ક્રમાંક પ્રશ્ન

6 તમારું ધર્મ શું છે?

7 તમારી જાતિ (કાસ્ટ) શું છે?

8 તમે સાક્ષર છો કે નહીં?

9 તમે કઈ સુધી અભ્યાસ કર્યો છે?

10 શું તમે હાલમાં ભણો છો?

ભાષા અને ઓળખ

ક્રમાંક પ્રશ્ન

11 તમારી માતૃભાષા શું છે?

12 તમે અન્ય કઈ ભાષાઓ જાણો છો?

રોજગાર સંબંધિત માહિતી

ક્રમાંક પ્રશ્ન

13 શું તમે કોઈ કામ કરો છો?

14 તમારું મુખ્ય વ્યવસાય શું છે?

15 તમે કઈ પ્રકારની નોકરી કરો છો?

16 તમારું કામ કયા ક્ષેત્રમાં છે?

17 તમે વર્ષમાં કેટલો સમય કામ કરો છો?

સ્થળાંતર (Migration)

ક્રમાંક પ્રશ્ન

18 તમે અહીં જન્મ્યા છો કે બહારથી આવ્યા છો?

19 તમે કયા સ્થળેથી આવ્યા છો?

20 સ્થળાંતરનું કારણ શું છે?

ઘર અને રહેઠાણ

ક્રમાંક પ્રશ્ન

21 ઘરમાં કેટલા લોકો રહે છે?

22 ઘરનો પ્રકાર શું છે?

23 કેટલા રૂમ છે?

24 પીવાનું પાણી ક્યાંથી મળે છે?

25 શૌચાલયની સુવિધા છે?

26 રસોઈ માટે શું વાપરો છો?

સુવિધાઓ અને સંપત્તિ

ક્રમાંક પ્રશ્ન

27 વીજળી છે?

28 ઇન્ટરનેટ/મોબાઇલ છે?

29 વાહન છે?

30 ટીવી/ફ્રિજ જેવી સુવિધાઓ છે?

આરોગ્ય અને અન્ય માહિતી

ક્રમાંક પ્રશ્ન

31 કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે?

32 કોઈ ગંભીર બીમારી છે?

33 જન્મ અને મૃત્યુ સંબંધિત માહિતી

  • જો સરકારે મોકલેલો કર્મચારી કે અધિકારી આ 3 સવાલ પૂછે તો ન આપો જવાબઃ

  • આવક: મહિનાની કમાણી અથવા બેંક બેલેન્સ સંબંધિત કોઈ પણ પ્રશ્ન.

  • દસ્તાવેજો: આધાર, પાન અથવા અન્ય કોઇ પણ ઓળખપત્ર બતાવવાનું દબાણ.

  • બેંક વિગતો: બેંક ખાતા નંબર અથવા OTP (ઓટીપી) જેવી ખાનગી વિગતો.

આ પણ વાંચો: ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ : જાણો શું છે આચાર સંહિતા, જાહેરાતોથી લઈને રેલી સુધી શું કરી શકાય અને શું નહીં?

ઉલ્લેખનીય છેકે, દેશમાં પહેલીવાર વસતિ ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થશે. કર્મચારીઓ મોબાઇલ એપથી ડેટા સીધા તેમના સ્માર્ટફોન પર એકત્રિત કરશે. પહેલાં વસતિ ગણતરીના આંકડા કાગળ પર નોંધવામાં આવતા હતા અને પછી તેમને ડિજિટાઇઝ કરવામાં આવતા હતા. આમાં ઘણો સમય લાગતો હતો. મકાનોની ગણતરીમાં જિયો-રેફરન્સિંગ ટેકનિકનો ઉપયોગ થશે. દરેક ઘરનું લોકેશન ડિજિટલ મેપ પર નોંધવામાં આવશે. જેથી કોઇ મકાન છૂટી ન જાય અને કોઇની ફરીથી ગણતરી ન થાય.

જનગણના એ એક વ્યાપક સરકારી પ્રક્રિયા છે જેમાં દેશના દરેક નાગરિક વિશે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવે છે. તેમાં વસ્તી, ઉંમર, શિક્ષણ, રોજગાર, રહેઠાણ અને સામાજિક પરિસ્થિતિ જેવી વિગતો સામેલ હોય છે. સામાન્ય રીતે દર 10 વર્ષે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં સરકારી કર્મચારીઓ ઘરઘર જઈને માહિતી એકત્ર કરે છે. આ માહિતી દેશના વિકાસ માટે મૂળભૂત આધારરૂપ બની રહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now