Home Entertainment Celina Jaitley Makes Serious Allegations Of Domestic Violence Against Her Foreign Husband

સેલિના જેટલીએ પતિ સામે કર્યો ઘરેલું હિંસાનો ગંભીર કેસ : કહ્યું “માર મારે છે, બાળકોથી દૂર રાખે છે” ઠોક્યો ₹50 કરોડનો દાવો

સેલિના જેટલીએ પતિ સામે કર્યો ઘરેલું હિંસાનો ગંભીર કેસ
Published by: OBS Bureau
Last Updated: Nov 25, 2025, 09:48 AM IST

Celina Jaitley : બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલીએ પોતાના ઓસ્ટ્રિયન પતિ અને હોટેલિયર પીટર હાગ સામે ઘરેલું હિંસા, માનસિક ત્રાસ, ક્રૂરતા અને બાળકોથી દૂર રાખવા જેવા ગંભીર આરોપો લગાવતો કેસ દાખલ કર્યો છે. મુંબઈની કોર્ટે આ મામલે પીટર હાગને નોટિસ પાઠવી છે. સેલિનાએ કોર્ટમાં ₹50 કરોડનું વળતર, માસિક ₹10 લાખનું ભરણપોષણ, મુંબઈના ઘરમાં પતિના પ્રવેશ પર પ્રતિબંધ તથા ત્રણેય પુત્રો – વિન્સ્ટન, વિરાજ અને આર્થરની સંપૂર્ણ કસ્ટડીની માંગણી કરી છે.

14મી વર્ષગાંઠ પર પીટર માટે પોસ્ટ

આ દંપતીએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. 2012માં જોડિયા પુત્રોના માતા-પિતા બન્યા, જ્યારે 2017માં જન્મેલા બીજા જોડિયા પૈકી એક પુત્રનું હાયપોપ્લાસ્ટિક હૃદય રોગને કારણે થોડા સમયમાં જ અવસાન થયું હતું. ગયા વર્ષે જ તેમની સગાઈની 14મી વર્ષગાંઠ પર સેલિનાએ પીટર માટે લાંબી ભાવનાત્મક પોસ્ટ લખી હતી અને લગ્નને “ઉતાર-ચઢાવથી ઉપરની વાત” ગણાવી હતી. હવે તે જ સંબંધો કોર્ટ કચેરીમાં પહોંચી ગયા છે.

સેલિના જેટલી ફિલ્મ

સેલિના પોતાના ભાઈ મેજર (નિવૃત્ત) વિક્રાંત જેટલીના યુએઇમાં ગેરકાયદેસર અટકાયતના મામલે પણ સક્રિય છે અને વિદેશ મંત્રાલય સામે કોર્ટમાં અરજી કરી છે.“નો એન્ટ્રી”, “ગોલમાલ રિટર્ન્સ”, “અપના સપના મની મની” જેવી હિટ ફિલ્મો આપનાર સેલિના જેટલીનું અંગત જીવન હાલ ગંભીર કાનૂની લડતમાં ફસાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now