Home Gujarat Celebrities Gather At Ahmedabad Airport To Watch The Final Match

IND vs NZ T20 World Cup Final 2026 : ફાઇનલ મેચ જોવા અમદાવાદ એરપોર્ટ પર સેલિબ્રિટીનો જમાવડો

IND vs NZ T20 World Cup Final 2026
Published by: OBS Bureau
Last Updated: Mar 08, 2026, 06:32 AM IST

IND vs NZ T20 World Cup Final 2026: ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે! આજે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. આ ઐતિહાસિક મેચને પગલે અમદાવાદમાં ઉત્સાહનો માહોલ છે. આ મેચ જોવા માટે દેશના ખૂણે ખૂણેથી આવેલા ઘણા બૉલીવુડસેલિબ્રિટી, દિગ્ગજ ક્રિકેટરો, બિઝનેસમેન્સ સહિત ઘણી મોટી હસ્તીઓનો જમવાડો અમદાવાદ એરોપોર્ટ જોવા મળ્યો.

આજે ભારત અને ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચની મઝા માણવા માટે પ્રખ્યાત કથાકાર જયાં કિશોરી અમદાવાદ આવી પહોંચ્યા છે. ત્યારે મોડીરાત્રે દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની પણ અમદાવાદમાં આવ્યા હતા. ત્યારે મેચના એક દિવસ અગાઉ 7 માર્ચે બૉલીવુડ એક્ટર જોન અબ્રાહમ અમદાવાદ આવી પહોંચ્યા હતા.

ફેવરિટ પ્લેયર ધોની : જયા કિશોરી

ભારત-ન્યુઝીલેન્ડ ફાઇનલ નિહાડવા આવેલા કથાકાર જયા કિશોરીએ જણાવ્યું હતું કે, "અમે ટીમને સપોર્ટ કરવા આવ્યા છીએ. ટીમ પર કોઈ જાતનું પ્રેશર બનાવવા નથી આવ્યા." ફેવરિટ પ્લેયર વિશે જણાવતા તેઓ આગળ બોલ્યા, "આમ તો મારા ફેવરિટ પ્લેયર ધોની છે, પણ આજે હું પૂરી ટીમને સપોર્ટ કરવા આવી છું."

ઇન્ડિયા જ મેચ જીતશે : ટી રાજાસિંઘ

હૈદરાબાદના પૂર્વ પોલિટિશિયન ટી રાજાસિંઘ IND vs NZ ફાઇનલ મેચની મઝા માણવા અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારે ટી રાજાસિંઘે કહ્યું કે, આજે હું તેલંગાણાની ફ્લાઇટમાં આવ્યો ત્યારે 80થી 90 ટકા પબ્લિક મેચ જોવા જ આવી રહી હતી. તો લોકોમાં મેચને લઈને ઘણો ઉત્સાહ છે. આજે ઇન્ડિયા જ મેચ જીતશે.

ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા ભવ્ય ક્લોઝિંગ સેરેમની

T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામસામે ટકરાશે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે BCCI અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બોલિવૂડથી લઈને ઇન્ટરનેશનલ સ્ટાર્સ પર્ફોર્મ કરશે. જેમાં ઈન્ટરનેશનલ પૉપ સુપરસ્ટાર રિકી માર્ટિન, પંજાબી પૉપ સિંગર સુખવીર અને ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક પરફોર્મ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now