Home International Cctv Footage Of Ajit Pawars Plane Crash Surfaced

સામે આવ્યા અજિત પવાર પ્લેન ક્રેશના CCTV : 8:46 વાગ્યે દેશે ગુમાવી દીધી ઘણી અનન્ય પ્રતિભાઓ, પ્લેનમાં આ લોકો પણ હતા

સામે આવ્યા અજિત પવાર પ્લેન ક્રેશના CCTV
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 09:24 AM IST

મહારાષ્ટ્રના DyCM અજિત પવારની વિમાન દુર્ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે પ્લેન જમીન સાથે અથડાય છે અને અચાનક આગનો મોટો ગોળો આકાશમાં દેખાય છે. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ 5 લોકોના મોત થયા છે. વીડિયોમાં 8:46 વાગ્યે પ્લેન ક્રેશની રેકોર્ડીંગ જોઈ શકાય છે.

અજિત પવાર સાથે બીજા 4 લોકો કોણ હતા

મહારાષ્ટ્રના બારામતીમાં અજિત પવાર સહિત 5 લોકોનું મોત થયું છે. પ્લેન ક્રેશમાં મૃતકોમાં DyCM અજિત પવાર સિવાય તેમના સહયોગી વિદિપ જાધવ અને પિંકી માલી સામેલ હતા. આ સિવાય પ્લેનના ક્રૂ મેમ્બર્સમાં સુમિત કપૂરઅને કેપ્ટન શાંભવી પાઠક સામેલ હતા. કેપ્ટન સુમિત કપૂર પાયલટ હતા અને શાંભવી પાઠક કો-પાયલટ હતા. આ દુર્ઘટનામાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

વીડિયોમાં શું છે?

વિમાન જેવુ જમીન સાથે અથડાય છે ત્યારે કાળા ધુમાળા સાથે ભયાનક આગ આકાશ તરફ જતી દેખાય છે. જે જગ્યાએ દુર્ઘટના બની ત્યાં બાજુમાં જરોડ પણ હતો. વિમાનના ટુકડા-ટુકડા થઈ ગયા. ઘટનાસ્થળે કાગળ અને ઘણી ફાઈલો પડી હતી. દુર્ઘટનાના કારણે મૃતદેહો સળગી ગયા હતા.

ઘટનાસ્થળેથી મૃતદેહોને બારામતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અજિત પવારનો મૃતદેહ બારમતી હોસ્પિટલ પહોંચતા જ તેમના હાજર સમર્થકો રડવા લાગ્યા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now