Home International Cbi Brought Back 2 Fugitive From Bangkok And America Multi Crore Scam

બે ભાગેડુને લવાયા ભારત : રેડ કોર્નર નોટિસથી ઝડપાયા બંને

બે ભાગેડુને લવાયા ભારત
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2025, 08:08 AM IST

ફાયનાન્શિયલ ફ્રોડને રોકવા માટે સરકાર અને અન્ય એજન્સીઓ દ્વારા સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. તેમ છતાં છેતરપિંડી કરનારાઓ હજુ પણ લોકોને પોતાનો શિકાર બનાવે જ છે. આવા બે કેસમાં CBIને મોટી સફળતા મળી છે. ઈન્ટરપોલ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. હવે આ બંને આરોપીઓને ભારત પરત લાવવામાં સફળતા મળી છે. જનાર્દનન સુંદરમને તામિલનાડુ અને વિરેન્દ્ર મણીભાઈ પટેલને ગુજરાત પોલીસને સોંપવામાં આવ્યા હતા. આ બંને પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ છે.

ફાયનાન્શિયલ ફ્રોડ કેસમાં વૉન્ટેડ ભાગેડુને ભારત લાવવામાં સફળતા મળી છે. CBI તમિલનાડુ પોલીસ દ્વારા વોન્ટેડ જનાર્દનન સુંદરમને બેંગકોકથી ભારત લાવી છે. સુંદરમ કોલકાતા એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેની ધરપકડ કરીને તમિલનાડુ પોલીસને સોંપવામાં આવ્યો. ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) ચેન્નાઇએ વર્ષ 2022માં સુંદરમ સામે કેસ નોંધ્યો હતો. આરોપીઓ સામે છેતરપિંડી સહિતના અન્ય ગંભીર આરોપો હતા. સુંદરમ પર 87,50,73,778 રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. હવે તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

રેડ કોર્નર નોટિસ
તમિલનાડુ પોલીસની અપીલ પર CBIએ વર્ષ 2023માં ઈન્ટરપોલ સાથે સંકલન કર્યું અને કેસની સંપૂર્ણ માહિતી આપીને રેડ કોર્નર નોટિસ જારી કરી. 28 જાન્યુઆરી, 2025ના રોજ બેંગકોક જઈ રહેલા સુંદરમ પર નજર રાખવા માટે વૈશ્વિક સ્તર પર તમામ એજન્સીઓને વિગતો મોકલવામાં આવી હતી અને રેડ કોર્નર નોટિસના આધાર પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સાથે તેને બેંગકોકથી ભારત મોકલવામાં આવ્યો હતો. સુંદરમ 29 જાન્યુઆરી 2025ના રોજ બેંગકોકથી કોલકાતા એરપોર્ટ પર ઉતર્યો. ભારત પહોંચતા જ તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને તમિલનાડુ પોલીસ ટીમને સોંપવામાં આવ્યો હતો.

અમેરિકાથી આવેલા આરોપીની એરપોર્ટ પરથી ધરપકડ
ફ્રોડ, ગુનાહિત કાવતરાના અન્ય એક કેસમાં ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસમાં વોન્ટેડ વીરેન્દ્ર પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. CBIએ વિરેન્દ્ર સામે નોટિસ ફટકારી હતી. છેતરપિંડીના કેસમાં ગુજરાત પોલીસની વિનંતી પર આરોપીઓ સામે નોટિસ જારી કરવામાં આવી હતી. ગુજરાત પોલીસે 2002માં ગુનાહિત કાવતરું, બોગસ દસ્તાવેજો, છેતરપિંડી સહિતના આરોપમાં કેસ નોંધ્યો હતો. વિરેન્દ્ર પટેલ પર 77 કરોડની છેતરપિંડીનો આરોપ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક