Home Health-lifestyle Causes And Prevention Of Stomach Infections In Monsoon

શું ચોમાસામાં પેટ ઇન્ફેક્શનથી છો પરેશાન? : ફક્ત આટલું કરો ચોમાસામાં પણ પેટ રહેશે એકદમ હેલ્ધી

શું ચોમાસામાં પેટ ઇન્ફેક્શનથી છો પરેશાન?
Published by: OBS Bureau
Last Updated: Jul 20, 2025, 06:29 AM IST

ચોમાસામાં હવામાન સારું હોવા છતાં, ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે. ચોમાસા દરમિયાન, મોટાભાગના લોકો ફ્લુ, શરદી-ખાંસી, હળવો તાવ, ફંગલ ઇન્ફેકશન જેવી ઘણી સમસ્યાઓથી પરેશાન હોય છે. આવું એટલા માટે થાય છે કારણ કે ચોમાસા દરમિયાન ઇમ્યુનિટી નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં, રોગોનું જોખમ વધી જાય છે. આ સમયે, મોટાભાગના લોકો પેટ ઇન્ફેક્શનથી પણ પીડાય છે. જો કે આ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ જો તમે તેનું કારણ જાણો છો, તો તેનાથી બચાવ સરળ બનશે. તો ચાલો ચોમાસામાં પેટ ઇન્ફેક્શનનું કારણ અને તેને રોકવાની રીતો જાણીએ..

ચોમાસામાં પેટના ઇન્ફેક્શનથી કેવી રીતે બચવું

વારંવાર હાથ ધોવા

જમતા પહેલા, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી અને કાચા ખોરાકને સ્પર્શ કર્યા પછી સાબુ અને પાણીથી હાથ સારી રીતે ધોઈ લો.

ખોરાકનો યોગ્ય રીતે સંગ્રહ કરો

ખોરાકનો સંગ્રહ કરવા માટે હવાચુસ્ત કન્ટેનરનો ઉપયોગ કરો અને બગડતી વસ્તુઓને તાત્કાલિક ફ્રીજમાં રાખો જેથી તે બગડે નહીં.

સ્વચ્છ પાણી પીવો

જો તમે ફિલ્ટરનો ઉપયોગ નથી કરતા, તો ખાતરી કરો કે પીવાનું પાણી ઉકાળીને અથવા ફિલ્ટર કરીને શુદ્ધ કરવામાં આવ્યું છે.

યોગ્ય રીતે રાંધેલો ખોરાક ખાઓ - ચોમાસમાં માંસ, મરઘાં અને સીફૂડ યોગ્ય રીતે રાંધીને ખાઓ. કાચો કે ઓછો રાંધેલો ખોરાક ખાવાનું ટાળો.

સ્ટ્રીટ ફૂડથી બચો

ચોમાસામાં સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે આનાથી પણ પેટનું ઇન્ફેક્શન થઇ શકે છે.

ચોમાસામાં પેટમાં ઇન્ફેક્શન થવાના કારણો

ગંદુ પાણી

વરસાદનું પાણી ગટર અને અન્ય પ્રદૂષકો સાથે સરળતાથી ભળી શકે છે, જે પીવાના પાણીને દૂષિત કરી શકે છે. આ પાણી પીવાથી ટાઇફોઇડ અને ગેસ્ટ્રો-એન્ટેરિટિસ જેવા ઇન્ફેક્શન લાગી શકે છે.

દૂષિત ખોરાક

ચોમાસામાં ભેજનું લેવલ વધારે હોય છે. જેથી બેક્ટેરિયા અને વાયરસ વધુ સરળતાથી વધે છે અને આવા ખોરાક ખાવાથી ઇન્ફેક્શન લાગે છે.

ખરાબ હાઈજીન

જમતા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી યોગ્ય રીતે હાથ ન ધોવાથી જંતુઓ અને બેકટેરિયા ફેલાઈ શકે છે. આનાથી પેટમાં ઇન્ફેક્શનનું જોખમ વધે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now