ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન સમયના કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. ગુજરાત સરકારે આજે આ મોટો નિર્ણય લીધો છે. જે રીતે વચન આપવામાં આવ્યું હતું, એ રીતે જ સરકારે તમાં કેસને પાછા લઈ લીધા છે. પાટીદાર અનામત આંદોલન સમયે જે રાજદ્રોહ સહિતના કેસ કરવામાં આવ્યા હતા, તેને પાછા ખેંચી લીધા છે. પાસ કન્વીનર દિનેશ બાંમણિયાએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો.
પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાનું વચન સરકારે સમાધાન સમયે આપ્યું હતું. હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિતના લોકો સામે જે કેસ હતા તે પાછા ખેંચવામાં આવ્યા છે. જો કે હજુ પણ કેટલાક નાના કેસ છે, જેને પાછા ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. ધારાસભ્ય હાર્દિક પટેલે પણ સરકારના આ નિર્ણય બાદ તેનો આભાર વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે, હાર્દિકત પટેલ આ આંદોલનનો મુખ્ય ચહેરો હતો અને તેની સામે રાજદ્રોહ સહિતના ગુના હતા.આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલન ના મુખ્ય કેસો રાજદ્રોહ સહિત ના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા ..જેમાં હાર્દિક ..દિનેશ ..ચિરાગ ..અલ્પેશ સહિત આરોપી બતવામાં આવ્યા હતા ..પરત નિર્ણય લેવા ખૂબ ખૂબ આભાર ....સત્યમેવ જયતે જય સરદાર pic.twitter.com/h3SEDOfeVz
— Dinesh Bambhania (@dineshbambhania) February 7, 2025






