Home Gujarat Case Registered Against Congress Leader Pragati Ahir

રાજકોટ બાળકી દુષ્કર્મ કેસ : કોંગ્રેસના પ્રગતિ આહિર સામે ગુનો દાખલ, દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરી!

રાજકોટ બાળકી દુષ્કર્મ કેસ
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 02:16 PM IST

Pragati Ahir : રાજકોટ જિલ્લામાં 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના ગંભીર મામલે હવે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં કોંગ્રેસના મહિલા અગ્રણી પ્રગતિ આહિર વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના મહિલા અગ્રણી પ્રગતિ આહિર વિરુદ્ધ ગુનો દાખલ

રાજકોટ ગ્રામ્યના ડી.વાય.એસ.પી. કે. જી. ઝાલાએ આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રગતિ આહિરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એવો વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં દુષ્કર્મ પીડિત બાળકી અને તેના પરિવારજનોની ઓળખ છતી થાય તેવી વિગતો દેખાતી હતી. જે કાયદેસર ગુનો બને છે.

દુષ્કર્મ પીડિતની ઓળખ જાહેર કરી

પોલીસના જણાવ્યા મુજબ પ્રગતિ આહિરે બાળકી અને તેના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ તે મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયામાં જાહેર કર્યો હતો. પરંતુ કાયદા મુજબ નાબાલિક દુષ્કર્મ પીડિતની ઓળખ જાહેર કરવી કડક રીતે પ્રતિબંધિત છે.

આટકોટ પોલીસ ગુનો દાખલ કર્યો

આ મામલે સોશિયલ મીડિયામાં બાળકીની ઓળખ જાહેર થવાના કારણે પોલીસે સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે પીડિત બાળકીઓની ગોપનીયતા અને સુરક્ષા જાળવવી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ બાબતમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. હાલ આ સમગ્ર મામલે આટકોટ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now