Home Gujarat Car In Nabhoi Canal In Gandhinagr

ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર ખાબકી : બેનાં મોત, બેની શોધખોળ ચાલુ

ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર ખાબકી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2025, 12:45 PM IST

ગાંધીનગરના નભોઈ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર ચાર લોકો ડૂબ્યા હતા. જેમાંથી બે લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, ચાર લોકો સવાર એક કાર નર્મદા કેનાલમાં ખાબકતા એક યુવક અને એક યુવતીનું મોત થયું છે, જેમના મૃતદેહ ગાંધીનગર ફાયર વિભાગ અને સ્થાનિક દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.

કાર કેનાલમાં ખાબકવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કેનાલમાં પાણીના પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે.


શું કહ્યું પોલીસે??
dysp દિવ્ય પ્રકાશ ગોહિલે જણાવ્યું હતું કે, બપોરના સમયે નભોઈ કેનાલમાં અચાનક કાર ખાબકી હતી.સ્થાનિક હોમગાર્ડને જાણ થતા તેમણ ફાયર વિભાગને ફોન કર્યો હતો. ફાયર વિભાગની મદદથી અત્યારસુધી 2 મૃતદેહ બહાર કાઢ્યાછે. આ કારને પણ બહાર કાઢી લેવામાં આવી છે. આ બંન્ને મૃતદેહોમાં એક મહિલા અને એક પુરુષ સામેલ છે.આ બંન્નેની ઉમંર આશરે 20 થી 25 વર્ષની છે. એક મૃતદેહની ઓળખ થઈ છે, જેનું નામ હર્ષ બારોટ છે. આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now