Home Automobile Car Driver Keep This In Mind While Driving The Car 0ed5eb56 653e 4db7 A605 81362d563926

કારચાલકો ખાસ વાંચે : શિયાળામાં કારમાં હીટર ચલાવતા રાખો આટલું ધ્યાન

કારચાલકો ખાસ વાંચે
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2025, 05:54 AM IST

આ દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. જો તમે ઠંડીની મોસમમાં તમારી કારમાં મુસાફરી કરો છો અને આ સમય દરમિયાન હીટરનો ઉપયોગ પણ કરો છો.જે તમને ઠંડીમાંથી રાહત આપે છે.પરંતુ એ ક્યારેક ખતરનાક નિવડી શકે છે. અને એટલા માટે તમારે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે.

કારમાં ઘણા પ્રકારના બટન આપવામાં આવ્યા હોય છે. જેની સાથે વિવિધ પ્રકારના સેટિંગ કરવામાં આવે છે. એર રિ-સર્ક્યુલેશન માટે એક બટન પણ છે. આ બટનને એક્ટિવેટ કરવાને કારણે કેબિનની અંદરની હવા અંદર ફરતી રહે છે અને બહારથી તાજી હવા કારની કેબિનમાં આવી શકતી નથી.સતત આ રીતે કાર ચલાવો તો તે ચાલતી ફરતી ગેસ ચેમ્બર બની જાય છે. જેના કારણે દમ ઘુંટાવાની શક્યતા રહે છે.

સાથે એ વાતને ધ્યાનમાં રાખવું જોઈએ કે કારમાં હીટરનો ઉપયોગ કરતી વખતે રી-સર્ક્યુલેશન બટનને ક્યારેય સક્રિય ન કરવું જોઈએ. આવું કરવાથી નુકસાન થઈ શકે છે. જો આમ ન કરવામાં આવે તો બહારની તાજી હવા કેબિનની અંદર આવતી રહે છે અને અંદરની હવા બહાર આવતી રહે છે, જેનાથી કોઈ નુકસાન થતું નથી.

આ સાથે એ મહત્વી ટિપ એ પણ છે કે, તમે કારના કાચને થોડો એવો ખોલીને રાખો. જેનાથી બહારની તાજી હવા કારની અંદર આવી શકે અને વેન્ટિલેશન જળવાઈ રહે. જેનાથી તમે પરેશાની નહીં અનુભવો અને તમારી સફર સુરક્ષિત રહેશે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now