Home International Canada S Ontario Imposed 25 Power Percent Tariff On America Threatens Like Donald Trump To Cut Off Us Power Supply Amid Trade War

ટેરિફની સામે ટેરિફ : કેનેડાએ વીજળી પર 25 ટકા ટેરિફની આપી USની ધમકી

ટેરિફની સામે ટેરિફ
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2025, 06:31 AM IST

દુનિયામાં હવે ટેરિફની શરૂઆત થઈ શકે છે તેમા કોઈ શંકા નથી. ડોનાલ્ડ ટ્રમ્પ આવતાની સાથે જ તેમણે ટેરિફના સંકેત આપ્યા હતા અને થયું પણ એવુ જ છે. ડોનાલ્ડ ટ્રમ્પના કેનેડા, મેક્સિકો અને ચીન પર ભારે ટેરિફ લાદવાના નિર્ણયથી વેપાર તણાવ વધ્યો છે. તેના જવાબમાં, કેનેડિયન પ્રાંત ઓન્ટારિયોએ યુ. એસ. માં નિકાસ થતી વીજળી પર 25% ટેરિફની જાહેરાત કરી.

હકિકતમાં, ઓન્ટારિયોથી ન્યૂ યોર્ક, મિનેસોટા અને મિશિગન સુધીના 1.5 મિલિયન અમેરિકન ગ્રાહકોને વીજળી પૂરી પાડવામાં આવે છે. ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો અમેરિકા ટેરિફ વધારશે, તો તેઓ અમેરિકાને વીજ પુરવઠો સંપૂર્ણપણે કાપી શકે છે.

ટેરિફ વધાર્યું તો થઈ શકે છે વીજળી ગુલ
ફોર્ડે કહ્યું, "જો યુનાઇટેડ સ્ટેટ્સ તેના ટેરિફમાં વધારો કરે છે, તો હું વીજળી સંપૂર્ણપણે બંધ કરવામાં અચકાઈશ નહીં". ફોર્ડે એમ પણ કહ્યું હતું કે તેમને અમેરિકન લોકો માટે ખરાબ લાગ્યું કારણ કે તે ડોનાલ્ડ ટ્રંપના કારણે તે લોકોને ભોગવવાનો વારો આવ્યો છે.

ઓન્ટારિયોને આર્થિક રીતે લાભ થશે.
નવી વીજળી ટેરિફ ઓન્ટારિયો સરકારને દરરોજ CA $300,000થી CA $400,000 ($208,000-$277,000 USD)ની વધારાની આવક પેદા કરશે. આ નાણાંનો ઉપયોગ ઓન્ટારિયોના કામદારો, પરિવારો અને વ્યવસાયોને ટેકો આપવા માટે કરવામાં આવશે. આ ટેરિફ ફેડરલ સરકારે અમેરિકી ઉત્પાદનો પર લાદેલા 21 અબજ ડોલરના જવાબી ટેરિફ ઉપરાંત હશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ