કેનેડાએ બુધવારે નવા ઇમિગ્રેશન નિયમોની જાહેરાત કરી છે. નવા નિયમો ઇમિગ્રેશન અધિકારીઓને કેટલાક સંજોગોમાં Temporary Resident Documentsને રદ કરવાની મંજૂરી આપે છે. કેનેડાના અસ્થાયી ઇમિગ્રેશન અને સરહદ સુરક્ષા જાળવવાના ચાલુ પ્રયાસોના ભાગરૂપે ઇમિગ્રેશન, રેફ્યુજીઝ એન્ડ સિટિઝનશિપ કેનેડા (આઈઆરસીસી) દ્વારા બુધવારે આ ફેરફારોની જાહેરાત કરવામાં આવી હતી.
શું છે નવા ઈમિગ્રેશન નિયમો?
IRCC દ્વારા જાહેર કરાયેલા નવા ઈમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન રેગ્યુલેશન્સ 31 જાન્યુઆરી, 2025ના રોજ અમલમાં આવ્યા છે અને કેનેડા ગેઝેટ IIમાં પ્રકાશિત થયા છે. કેનેડાના નવા ઇમિગ્રેશન નિયમો ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ઇટીએ) વર્ક પરમિટ, સ્ટડી પરમિટ અને અસ્થાયી નિવાસી વિઝા (ટીઆરવી) મેળવનારા લોકોને અસર કરશે.
તેમાંના મોટા ભાગના ભારતીય છે.
વિઝા રદ કરવાના કારણો શું છે?
કેનેડાના નવા ઇમિગ્રેશન નિયમો ઈમિગ્રેશન અધિકારીઓને અમુક સંજોગોમાં કામચલાઉ નિવાસી દસ્તાવેજ રદ કરવાની સત્તા આપે છે. નવા નિયમો હેઠળ, જો કોઈ વ્યક્તિની માહિતી ખોટી હોવાનું જણાય છે અથવા જો ગુનાહિત ઈતિહાસ જોવા મળે છે, તો તે વ્યક્તિનો વિઝા રદ કરી શકાય છે.
તે જ સમયે, જો અધિકારી સંતુષ્ટ ન હોય કે કોઈ વ્યક્તિ તેની નિશ્ચિત અવધિ પછી પણ દેશ ના છોડે આવી સ્થિતિમાં વિઝા રદ પણ થઈ શકે છે. આ સિવાય જો કોઈ વ્યક્તિના દસ્તાવેજોની ચોરી, અથવા કોઈ રીતે નાશ થાય છે અથવા કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે અને કોઈ પણ દસ્તાવેજમાં કોઈ પ્રકારની વહિવટી ભૂલ પણ જોવા મળે છે, તો આવા કિસ્સાઓમાં વિઝા પણ રદ કરી શકાય છે.





