Home Tech/Gadgets Call Without Network Dot Icr Service Bsnl Jio Airtel

હવે ફોનમાં નેટવર્ક વગર કરી શકશો કોલ... : નવી સર્વિસનો છે આ કમાલ, ઈમરજન્સીમાં બચાવશે જીવ

હવે ફોનમાં નેટવર્ક વગર કરી શકશો કોલ...
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2025, 07:17 AM IST

ICR Service India: ફોન 10 હજાર રૂપિયાનો હોય કે 1 લાખ રૂપિયાનો જો ફોનમાં યોગ્ય નેટવર્ક ન હોય તો બન્નેનો કોઈ ફાયદો નથી. ઘણી વખત એવું બને છે કે, નેટવર્ક સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે પરંતુ DoTએ હવે એક ખાસ સેવા શરૂ કરી છે જેના પછી તમે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પણ કોલ કરી શકશો. જી હા... કંપનીએ એક નવી સુવિધા શરૂ કરી છે જેને ઈન્ટ્રા સર્કલ રોમિંગ એટલે કે ICR કહેવામાં આવે છે. આ સેવાના આગમન સાથે તમે હવે નેટવર્ક ગાયબ થઈ જાય તો પણ કોલ કરી શકો છો. તમે આ સેવાનો ઉપયોગ BSNL, Jio અને Airtelના સિમ કાર્ડ પર કરી શકો છો, જે ઈમરજન્સીમાં જીવન બચાવનાર સાબિત થઈ શકે છે. ચાલો પહેલા જાણીએ કે ICR કેવી રીતે કામ કરે છે.

ICR કેવી રીતે કામ કરે છે?
ICR સર્વિસ મોબાઇલ નેટવર્ક ગાયબ થઈ જવા પર આસપાસમાં ઉપલબ્ધ અન્ય નેટવર્ક જેમ કે, Jioના ગ્રાહક એરટેલના નેટવર્ક સાથે જોડાશે. ખાસ વાત એ છે કે, તેનો ઉપયોગ કરવા માટે તમારે કોઈ વધારાના પૈસા ચૂકવવાની જરૂર નથી. જો કે, આ સર્વિસ દરેક સમયે ઉપલબ્ધ રહેશે નહીં, પરંતુ તે માત્ર દૂરસંચાર વિભાગ એટલે કે DoT દ્વારા કટોકટીમાં શરૂ કરવામાં આવશે.



2024માં કરાયું હતું ટેસ્ટિંગ
નોંધનીય છે કે, આ સર્વિસનું ટેસ્ટિંગ 2024માં તમિલનાડુમાં આવેલા તોફાન દરમિયાન કરવામાં આવ્યું હતું. જ્યારે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં લોકલ નેટવર્ક કામ કરતું ન હતું, ત્યારે લોકોએ ICR સર્વિસનો ઉપયોગ કરીને કોલ કર્યા હતા. આનાથી ન માત્ર સ્થાનિક લોકોને મદદ મળી હતી, પરંતુ તે સમયે તમિલનાડુમાં મુસાફરી કરી રહેલા લોકોને પણ રાહત મળી હતી.

ICR Vs સેટેલાઇટ સેવા
ICR અને સેટેલાઇટ સેવા વચ્ચેનો સૌથી મોટો તફાવત કિંમત અને સુલભતા છે. જ્યારે સેટેલાઇટ કોલિંગ સુવિધા ખૂબ ખર્ચાળ છે, ત્યારે ICR નેટવર્કને ફ્રીમાં ઉપલબ્ધ છે. એટલું જ નહીં ICR વર્તમાન ટેલિકોમ નેટવર્કનો ઉપયોગ કરે છે, તેથી કોઈ નવા ઉપકરણ અથવા વધારાના સેટઅપની જરૂર નથી. ICR ખાસ કરીને ઈમરજન્સી માટે ડિઝાઈન કરાયું છે અને સેટેલાઇટ સેવા કરતા વધુ ઝડપથી લાગુ કરી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now