Home Tech/Gadgets Business Tech Futrue Of Ai Artificial Inteligance Will Decide Your Salary

હવે બોસ નહીં... AI નક્કી કરશે તમારી સેલેરી : કેટલો વધશે પગાર, બોનસ મળશે કે નહીં?

હવે બોસ નહીં... AI નક્કી કરશે તમારી સેલેરી
Published by: OBS Bureau
Last Updated: Mar 04, 2025, 06:03 AM IST

ભારતમાં આવનારા દિવસોમાં સેલરી સ્ટ્રકચરમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. કંપનીઓ હવે સેલરી કરવામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIનો ઉપયોગ કરી શકે છે. આવનારા બેથી ત્રણ વર્ષમાં AI બેઝડ પ્રેડિક્ટર મોડલનો ઉપયોગ કંપનીઓ કરી શકે છે. આ તકનીકના ઉપયોગથી કંપનીઓ પગાર નક્કી કરવાની કામગીરી ખૂબ ઝડપથી કરી શકશે.

EY FUTURE OF PAY 2025ના રિપોર્ટ મુજબ 10માંથી 6 એટલે કે 60 ટકા કંપનીઓ વેતન નક્કી કરવામાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઉત્સુક છે. પગાર નક્કી કરવાની સાથે રિયલ ટાઈમ પે ઈકવિટી એનાલિસીસ અને કસ્ટમાઈઝ બેનિફિટ માટે પણ AIનો ઉપયોગ કરવાની કંપનીની યોજના છે.

AIની મદદથી નક્કી થશે સેલરી

આવનારા સમયમાં કંપનીઓ ફિક્સ્ટ સેલરી સ્ટ્રકચરથી હટીને AI બેઝડ પૂર્વાનુમાન અને રિયલ ટાઈમ સેલેરી રિવિજન્સ તરીકે કામ કરશે. માનવામાં આવે છે કે AI વધુ પારદર્શક રીતે સેલરી સ્ટ્રકચર નક્કી કરશે. બ્લોકચેઈન અને સ્માર્ટ કોન્ટ્રાક્ટ પગાર ચૂકવણીને વધુ સુરક્ષિત અને ઓટોમેટેડ બનાવે છે.

AI બેઝડ સેલરી સિસ્ટમ પરંપરાગત વેતન સ્ટ્રકચરથી આગળ વધીને કામગીરીને વધુ સરળ બનાવે છે. કંપનીઓને હવે કર્મચારીઓને સાચવી રાખવા અને નવા ટેલેન્ટને આકર્ષિત કરવા માટે AI ટેકનોલોજીને અપનાવતા થશે. EYના રિપોર્ટ મુજબ સેલરી અને બોનસ નક્કી કરવામાં AI વર્ષ 2028માં મહત્વની ભૂમિકા ભજવશે.  મહત્વનું છે કે આ રિપોર્ટમાં વર્ષ 2025માં ભારત સરેરાશ વધનારી પગારની ટકાવારી 9 ટકા દર્શાવી છે.

વિવિધ ક્ષેત્રોમાં 2025 માટે પગાર વધારો દર નીચે મુજબ છે:

ક્ષેત્ર

પગાર વધારો દર

ઇ-કોમર્સ

10.5%

ફાઇનાન્સિયલ સર્વિસેસ

10.3%

ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ

10.2%

આઈટી

9.6%

આઈટી-સક્ષમ સેવાઓ

9%

આ આંકડા દર્શાવે છે કે ઇ-કોમર્સ અને ફાઇનાન્સિયલ સર્વિસેસ ક્ષેત્રોમાં સૌથી વધુ પગાર વધારો અપેક્ષિત છે, જ્યારે આઈટી અને આઈટી-સક્ષમ સેવાઓમાં પણ સારો વધારો જોવા મળી શકે છે. રિપોર્ટ અનુસાર, 2023માં કર્મચારીઓની નોકરી છોડવાની દર 18.3% હતો, જે 2024માં ઘટીને 17.5% થઈ ગયો છે. આ ઘટાડો સૂચવે છે કે કર્મચારીઓ હવે તેમની હાલની નોકરીઓમાં વધુ સ્થિરતા અનુભવી રહ્યા છે, જે કંપનીઓ માટે સકારાત્મક સંકેત છે     .

 કંપનીઓ તેમના કર્મચારીઓને જોડાયેલા રાખવા માટે નવીન ટૂલ્સનો ઉપયોગ કરી રહી છે. આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), હાઇબ્રિડ વર્ક મોડલ અને લાંબા ગાળાના પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે. AI આધારીત એચઆર ઓટોમેશન ટૂલ્સ, જેમ કે એપ્લિકન્ટ ટ્રેકિંગ સિસ્ટમ્સ (ATS), જ્ઞાનકોશ, કર્મચારી સ્વ-સેવા પોર્ટલ્સ, ડિજિટલ દસ્તાવેજ વ્યવસ્થાપન, કાર્ય ઓટોમેશન અને વર્કફ્લો ટૂલ્સ, અને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ (LMS), કર્મચારી ઓનબોર્ડિંગ અને તાલીમ પ્રક્રિયાઓને સુગમ અને કાર્યક્ષમ બનાવે છે. 

                 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now