મહારાષ્ટ્રમાં એક ચમત્કારિક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના કસાબા-બાવડાના રહેવાસી 65 વર્ષીય મૃતક વ્યક્તિ માટે સ્પીડ બ્રેકર બન્યું જીવનદાતા બની ગયું છે. આ ઘટના 16 ડિસેમ્બરની છે, જ્યારે એક એમ્બ્યુલન્સ પાંડુરંગ ઉલ્પે નામના વ્યક્તિનો મૃતદેહ હોસ્પિટલથી તેમના ઘરે લઈ જઈ રહી હતી. જ્યાં તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓ શોક કરવા માટે ભેગા થયા હતા. 16 ડિસેમ્બરે તેમને હાર્ટ એટેક આવતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતા.
ચોંકાવનારી વાત એ છે કે, જ્યારે એમ્બ્યુલન્સ સ્પીડ બ્રેકર પરથી પસાર થઈ ત્યારે મૃતકના પત્નીએ તેની આંગળીઓમાં થોડી હિલચાલ જોઈ. જે બાદ મૃતકને અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.જ્યાં 65 વર્ષિય વૃદ્ધની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને ઘટનાના પખવાડિયા બાદ વ્યક્તિ એક દમ સ્વસ્થ થઈ ગયો, સોમવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને ઘરે જતા રહ્યાં.
આ સમગ્ર ઘટના અંગે ઉલ્પેએ જણાવ્યું હતું કે, "હું ફરવાથી ઘરે આવ્યો હતો અને ચાની ચૂસકી લીધા પછી બેઠો હતો. અચાનક મને ચક્કર આવવા લાગ્યા અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાઈ. હું બાથરૂમમાં ગયો જ્યાં મને ઉલટી થઈ. પછી શું થયું તે મને યાદ નથી, મને હોસ્પિટલમાં કોણ લઈ ગયું તે સહિત."






