Home Automobile Bumper Discounts Of Up To Rs 445 Lakh On These 10 Suvs This Month

આ મહિને આ 10 SUV પર ₹4.45 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ! : વર્ષના અંતે Tata, Mahindra અને Maruti જેવી કંપનીઓએ કર્યો ઑફર્સનો વરસાદ

આ મહિને આ 10 SUV પર ₹4.45 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ!
Published by: OBS Bureau
Last Updated: Dec 27, 2025, 12:57 PM IST

Discounts On SUVs In December 2025: વર્ષ 2025 હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે ઓટોમોબાઈલ સેક્ટરમાં ગ્રાહકોને આકર્ષવા માટે મોટી કંપનીઓ વચ્ચે કોમ્પિટિશન ચાલી રહી છે. Tata Motors, Mahindra, Maruti Suzuki, Kia અમે Skoda જેવી કંપનીઓએ તેમના લોકપ્રિય SUV મોડલો પર 'યર-એન્ડ ડિસ્કાઉન્ટ' (Year-end Discount) ની જાહેરાત કરી છે. આ ઓફર્સનો મુખ્ય હેતુ 2024-25 ના બાકી રહેલા સ્ટોકને ક્લિયર કરવાનો છે, જેના કારણે ગ્રાહકોને લાખો રૂપિયાની સીધી બચત થઈ રહી છે. જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ મહિનો તમારા માટે ફાઇનાન્શિયલ રીતે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

ઇલેક્ટ્રિક SUV પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ

આ મહિનાની સૌથી આકર્ષક ઓફર મહિન્દ્રાની ઇલેક્ટ્રિક SUV, XUV400 પર જોવા મળી રહી છે. કંપની આ મોડલ પર ₹4.45 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ વર્ષે ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં વેચાણના આંકડાઓને વેગ આપવા અને જૂના સ્ટોકને ખાલી કરવા માટે આ આક્રમક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જે ગ્રાહકો ઇકો-ફ્રેન્ડલી ડ્રાઇવિંગની સાથે મોટી બચત ઈચ્છે છે, તેમના માટે XUV400 એક ઉત્તમ પસંદગી છે.

MG Gloster અને Skoda Kushaq

JSW MG મોટર ઇન્ડિયા તેની પ્રીમિયમ ફુલ-સાઇઝ SUV 'Gloster' પર ₹4 લાખ સુધીના બેનિફિટ્સ ઓફર કરી રહી છે. મોટી ફેમિલી માટે આ એક આદર્શ કાર છે. બીજી તરફ, Skoda Kushaq ખરીદનારાઓને પણ લોટરી લાગી છે. Skoda Kushaq પર ₹3.25 લાખ સુધીની બચત મળી રહી છે, જેમાં કેશ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ સામેલ છે. ખાસ વાત એ છે કે, આવતા વર્ષે Skoda Kushaq નું Facelift મોડલ આવવાનું હોવાથી હાલના મોડલ પર કંપની વધારે ડિસ્કાઉન્ટ આપી રહી છે.

XUV700 અને Scorpio Classic

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સૌથી લોકપ્રિય ગાડીઓ પૈકીની એક XUV700 પર આ મહિને ₹1,55,600 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. નોંધનીય છે કે, જાન્યુઆરીમાં નવું મોડલ XUV7XO લોન્ચ થવાની શક્યતા છે, તેથી અત્યારે ખરીદવું ફાયદાકારક છે. તેવી જ રીતે, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકપ્રિય એવી સ્કોર્પિયો ક્લાસિક પર પણ ગ્રાહકો ₹1.40 લાખ સુધીની બચત કરી શકશે.

Kia Seltos અને Volkswagen Taigun

કિયા ઇન્ડિયાની લોકપ્રિય મિડસાઇઝ SUV 'સેલ્ટોસ' પર ₹1.6 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેમાં ₹40,000 નું એક્સચેન્જ બોનસ પણ સામેલ છે. 2 જાન્યુઆરી 2025 ના રોજ નવી સેલ્ટોસની કિંમત જાહેર થાય તે પહેલા આ ઓફરનો લાભ લેવા જેવો છે. આ સાથે જ, Volkswagen Tiguan પર પણ ₹2 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. Volkswagen Tiguan તેની મજબૂત બિલ્ડ ક્વોલિટી અને જર્મન ટેકનોલોજી માટે જાણીતી છે, જે હવે સસ્તી કિંમતે ઉપલબ્ધ છે.

Maruti Suzuki Grand Vitara અને Thar Roxx

મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા જેવી હાઇબ્રિડ ટેકનોલોજી ધરાવતી SUV પર ₹2 લાખ સુધીનું ડિસકાઉન્ટ મળી રહ્યું છે. બજારમાં વધી રહેલી હરીફાઈને પહોંચી વળવા માટે મારુતિએ આ મોટું પગલું ભર્યું છે. આશ્ચર્યજનક રીતે, મહિન્દ્રાની અત્યંત લોકપ્રિય અને ઓફ-રોડિંગ માટે જાણીતી 'થાર રોક્સ' (Thar ROXX) પર પણ ₹1.20 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. એડવેન્ચર પ્રેમીઓ માટે આ એક શ્રેષ્ઠ અવસર છે.

Tata Nexon

ભારતની સૌથી સુરક્ષિત ગણાતી SUV માંની એક ટાટા નેક્સન (Tata Nexon) પર પણ આ મહિને ₹50,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. નેક્સનની શરૂઆતી કિંમત ₹7.99 લાખ (એક્સ-શોરૂમ) છે. મધ્યમ વર્ગના પરિવારો માટે આ એક પરફેક્ટ ફેમિલી કાર છે, જે સુરક્ષા અને ફીચર્સનું પરફેક્ટ કોમ્બિનેશન છે. જો તમે ટાટાની વિશ્વસનીયતા ઈચ્છતા હોવ, તો આ ડિસેમ્બરમાં નેક્સન ખરીદવી એ સમજદારીભર્યું પગલું ગણાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now