Home Automobile Bumper Discount Of Up To 4 Lakh On These Jeep Cars Golden Opportunity To Bring An Suv Home

Jeep ની આ કારો પર ₹4 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ! : ફેબ્રુઆરીમાં જીપની પ્રીમિયમ SUV ઘરે લાવવાની સુવર્ણ તક, જાણો ઓફર્સની વિગત

Jeep ની આ કારો પર ₹4 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ!
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2026, 01:14 PM IST

Jeep Company : જો તમે વર્ષ 2026 ની શરૂઆતમાં એક મજબૂત અને પ્રીમિયમ SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જીપ ઇન્ડિયા તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે. કંપની તેની લોકપ્રિય કાર લાઇનઅપ પર આ ફેબ્રુઆરી મહિનામાં ₹4 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઓફર્સ એન્ટ્રી-લેવલ 'Jeep Compass' થી લઈને લક્ઝુરિયસ 'Jeep Grand Cherokee' સુધીના તમામ મોડલો પર ઉપલબ્ધ છે. જોકે, આ ઓફર માત્ર 28 ફેબ્રુઆરી 2026 સુધી જ માન્ય છે.

Jeep Compass : સૌથી વધુ લોકપ્રિય SUV પર બચત

જીપની સૌથી વધુ વેચાતી SUV કંપાસ પર આ મહિને ₹2.75 લાખ સુધીના ફાયદા મળી રહ્યા છે. આમાં કેશ ડિસ્કાઉન્ટ અને કોર્પોરેટ ઓફર્સનો સમાવેશ થાય છે.

એન્જિન : 2.0-લિટર ડીઝલ એન્જિન (170 hp).

ખાસિયત : મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 4x4 ક્ષમતા.

શરૂઆતની કિંમત : ₹17.73 લાખ (એક્સ-શોરૂમ).

Jeep Meridian : ફેમિલી SUV પર મોટું ડિસ્કાઉન્ટ

જો તમને વધુ જગ્યા અને પ્રીમિયમ ફીચર્સ જોઈએ છે, તો મેરિડિયન પર ₹3.25 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ઓફર ખાસ કરીને 2024 ના સ્ટોક (MY2024) પર વધુ આકર્ષક છે.

સીટિંગ : 5-સીટર અને 7-સીટર બંને ઓપ્શનમાં ઉપલબ્ધ.

પરફોર્મન્સ : 170 hp ડીઝલ એન્જિન અને 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ.

શરૂઆતની કિંમત : ₹23.33 લાખ (એક્સ-શોરૂમ).

Jeep Grand Cherokee : લક્ઝરી અને પાવરનું કોમ્બિનેશન

જીપની ફ્લેગશિપ SUV ગ્રાન્ડ ચેરોકી પર સૌથી વધુ ₹4 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. આ ઓફરની સાથે ગ્રાહકોને 'Jeep Wave Exclusive' પ્રોગ્રામનો પણ મફત લાભ મળશે.

પાવર : 2.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન (272 hp).

વધારાના લાભ : 3 વર્ષની વોરંટી અને પ્રાયોરિટી સર્વિસિંગ.

શરૂઆતની કિંમત : ₹63.85 લાખ (એક્સ-શોરૂમ).

શા માટે આ ઓફર ખાસ છે?

આ ડિસ્કાઉન્ટ માત્ર રોકડ બચત પૂરતું મર્યાદિત નથી. જીપ ગ્રાહકોને બેસ્ટ-ઇન-ક્લાસ ઓફ-રોડિંગ ક્ષમતા અને મજબૂત સુરક્ષાની ખાતરી આપે છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં સ્ટોક ખાલી કરવાના હેતુથી કંપની આ આક્રમક ઓફર્સ આપી રહી છે, જે મર્યાદિત સમય માટે જ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
EV ખરીદ્યા પછી આ ભૂલો ન કરો
સૌથી વધુ માઇલેજ આપતી ટોપ 5 કાર!
₹6 લાખથી ઓછી કિંમત અને 6 એરબેગ્સ સાથે આવતી આ 5 કાર!
નવી Tata Altroz iCNG ખરીદતા પહેલા તેનો રિવ્યૂ જાણો
નવા ફિચર્સ સાથે લોન્ચ થઈ Royal Enfield Guerrilla 450!