Home Automobile Bumper Discount Of Up To 1 Lakh Is Available On Hyundai Verna

Hyundai Verna પર મળી રહ્યું છે ₹1 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ! : લક્ઝરી સેડાન હવે બજેટમાં, Verna ખરીદવાની 'સુવર્ણ તક'

Hyundai Verna પર મળી રહ્યું છે ₹1 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ!
Published by: Aryan Shah
Last Updated: Mar 24, 2026, 12:22 PM IST

Hyundai Verna : ભારતીય રસ્તાઓ પર રાજ કરનારી હ્યુન્ડાઇ વર્ના હંમેશાથી સેડાન કાર પ્રેમીઓની પહેલી પસંદ રહી છે. હાલમાં કંપનીએ તેનું નવું 'ફેસલિફ્ટ' વર્ઝન લોન્ચ કર્યું છે, જેને કારણે જૂના (પ્રી-ફેસલિફ્ટ) મોડલ પર અત્યારે ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે લાખોની બચત કરાવી શકે તેમ છે.

ડિસ્કાઉન્ટનો વરસાદ

હ્યુન્ડાઇ દ્વારા પ્રી-ફેસલિફ્ટ વર્ના પર ₹40,000 સુધીનું કેશ ડિસકાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જો તમે તમારી જૂની કાર એક્સચેન્જ કરો છો તો ₹10,000 અને જૂના હ્યુન્ડાઇ ગ્રાહકો માટે ₹15,000 નું અપગ્રેડ બોનસ પણ ઉપલબ્ધ છે. સ્ક્રેપેજ પોલિસી હેઠળ ₹45,000 સુધીનો વધારાના લાભ મળી શકે છે. આમ, કુલ મળીને તમને ₹1 લાખ જેવી માતબર રકમ બચાવી શકો છો.

શું તમારે જૂનું મોડલ ખરીદવું જોઈએ?

જો તમારું બજેટ મર્યાદિત છે અને તમને પાવરફુલ એન્જિન તેમજ પ્રીમિયમ સેડાનનો એક્સપિરિયન્સ જોઈએ છે, તો જૂનું મોડલ ખરીદવું એ એક સ્માર્ટ નિર્ણય છે. ₹1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આ ડીલને ખૂબ જ આકર્ષક બનાવે છે. પરફોર્મન્સની દ્રષ્ટિએ પ્રી-ફેસલિફ્ટ મોડલ પણ હજુ પણ માર્કેટમાં અન્ય કારને ટક્કર આપે તેવું છે.

નવી 2026 Verna માં શું ખાસ છે?

નવી હ્યુન્ડાઇ વર્નામાં લુક અને ફીચર્સમાં મોટા ફેરફાર કરાયા છે. તેમાં નવી બ્લેક ક્રોમ ગ્રીલ, LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. કેબિનમાં હવે 8-વે એડજસ્ટેબલ સીટ્સ અને વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો/એપલ કારપ્લે જેવા મોડર્ન ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. સામાન રાખવા માટે 528 લિટરની વિશાળ બૂટ સ્પેસ પણ મળે છે.

એન્જિન અને પાવર

એન્જિનની વાત કરીએ તો નવા મોડલમાં કોઈ ફેરફાર નથી. તેમાં 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.5 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનનો ઓપ્શન ચાલુ રાખવામાં આવ્યો છે. ટ્રાન્સમિશન માટે 6-સ્પીડ મેન્યુઅલ, IVT અને 7-સ્પીડ DCT ગિયરબોક્સના ઓપ્શન ઉપલબ્ધ છે, જે ડ્રાઇવિંગને સ્મૂધ બનાવે છે.

નોંધ : આ ડિસ્કાઉન્ટની વિગતો તમારા શહેર, રાજ્ય અને ડીલરશીપ પર ઉપલબ્ધ સ્ટોક મુજબ અલગ હોઈ શકે છે. વધુ વિગતો માટે, તમારી નજીકની ડીલરશીપની મુલાકાત લો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now