વર્ષ 2025નું બજેટ નાણામંત્રી નિર્મલા સિતારમણ 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે. જેમાં સામાન્ય માણસોને મોટી રાહત મળવાના સંકેત છે. બજેટમાં સરકાર કેટલીક મોટી જાહેરાતો કરશે. જેમાં લોકોને લાંબા સમયની કેટલીક રાહત મળવાની આશા છે. ત્યારે વર્ષ 2025નું બજેટ તમારા બજેટને મજબૂત રાહત આપનારું હોઈ શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડા સહિતની કેટલીક મોટી રાહત લોકોને બજેટમાં મળી શકે છે.
પેટ્રોલ-ડિઝલના ભાવે દઝાડ્યા
લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલના એક લીટરના ભાવ 100 રૂપિયાની આસપાસ છે. જ્યારે ડિઝલના ભાવ પણ તેનાથી બહુ પાછળ નથી રહ્યા. આવી સ્થિતિમાં આ મોંઘવારીના માર વચ્ચે નવા વર્ષે મોટી રાહત મળવાી લોકોને આશા છે. એક રિપોર્ટ મુજબ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)એ નાણાકીય વર્ષ 2025-26ના સામાન્ય બજેટ માટે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનું સૂચન કર્યું છે.
કાચા તેલમાં નરમાઈથી મળશે પાક્કી રાહત
ઈંધણના ભાવ ફુગાવમાં નોંધપાત્ર વધારો કરતા હોય છે. ત્યારે CIIએ વપરાશ વધારવા માટે છૂટછાટ આપવાના સૂચન કર્યા છે. જેથી સરકાર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કરે છે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે. ઇન્ડસ્ટ્રી બોડીનું કહેવું છે કે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલની છૂટક કિંમતના લગભગ 21 ટકા અને ડીઝલના ભાવમાં 18 ટકા છે. મે 2022થી ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે 40 ટકાનો ઘટોડો નોંધાયો છે. તેમ છતા સમયાંતરે ભાવમાં ઘટાડો થયો નથી. જેથી 2025માં મોટી રાહત મળી શકે છે.
મોંઘવાર ઘટશે, મળશે રાહત
રોજિંદા જીવનમા પેટ્રોલ-ડિઝલનું ખુબ જ મહત્વ છે. ખેતરથી બજાર સુધી માલ લઈ જવો હોય કે ઘરેથી ઓફિસ જવું હોય, તમામમાં પેટ્રોલ-ડિઝલના ભાવ અસર કરે છે. જેથી લાંબા સમયથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહતની લોકો આશા સેવી રહ્યા છે. ત્યારે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીનું કહેવું છે કે એક્સાઈઝ ડ્યુટી ઘટે તો ફુગાવામાં ઘટાડા સાથે આવકમાં પણ વધારો નોંધાશે.
ટેક્સ સ્લેબમાં પણ મળી શકે છે મોટી રાહત
વર્ષ 2025નું બજેટ તમારી આવક પર લાગતા ટેક્સ પર મોટી રાહત લઈને આવી શકે છે. મળતી માહિતી મુજબ સરકાર 15 લાખ રૂપિયાની આવકને કરમુક્ત કરવાની વિચારણા કરી રહી છે. જો કે આવકવેરામાં કેટલી છૂટ મળશે તેની હજુ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ બજેટલ પહેલા આ નિર્ણય લેવાઈ શકે છે. અર્થશાસ્ત્રીઓ દ્વારા આવકવેરાના દરમાં ઘટાડો કરી સામાન્ય લોકોને ટેક્સ બોજમાંથી રાહત આપવા રજૂઆતો કરાઈ છે. જેથી એવી આશા છે કે 2025ના સામાન્ય બજેટમાં આની જાહેરાત થઈ શકે છે.





