Home Entertainment British Actor John Plowright Dies At 95

બ્રિટિશ દિગ્ગજ કલાકારનું નિધન : જોન પ્લોરાઈટે 70 વર્ષ સુધી કર્યું કામ

બ્રિટિશ દિગ્ગજ કલાકારનું નિધન
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2025, 04:41 AM IST

બ્રિટિશ અભિનેત્રી જોન પ્લોરાઈટનું 95 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના પરિવારે શુક્રવારે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, સાઉથ ઇંગ્લેન્ડમાં કલાકારો માટેના સેવાનિવૃત્તિ ઘર, ડેનવિલે હોલમાં નિધન થયું. તેમને 2004માં ક્વિન એલિઝાબેથ II દ્વારા ડેમનું ખિતાબ આપવામાં આવ્યું હતું.



થિયેટર, ફિલ્મ અને ટીવીમાં 70 વર્ષ સુધી કામ કર્યું
પરિવારના જણાવ્યા અનુસાર તેમણે થિયેટર, ફિલ્મ અને ટીવીમાં 70 વર્ષની લાંબી કારકિર્દીનો આનંદ માણ્યો. પણ જ્યારે તેમને આંખોની તકલીફ થવા લાગી ત્યારે તેમણે નિવૃત્ત લીધી. જોને જે કર્યું તેના પર અમને ખૂબ ગર્વ છે. તેઓ પ્લોરાઇટે ટોની એવોર્ડ, બે ગોલ્ડન ગ્લોબ્સ અને ઓસ્કાર અને એમી માટે નોમિનેશન જીત્યા હતા. જોન પ્લોરાઇટે 1950થી 1980 સુધી ખુબ કામ કર્યું. તેમણે "ધ સીગલ"થી શેક્સફીયરના "ધ મર્ચન્ટ ઓફ વેનિસ" સુધી દરેક જગ્યાએ ડઝનેક સ્ટેજ શોમાં ભૂમિકાઓ ભજવી.



તેણે યુજિન યુજેન આયોનેસ્કોની "ધ ચેયર્સ" અને જ્યોર્જ બર્નાર્ડ શૉની બે મુખ્ય ભૂમિકાઓ, "મેજર બાર્બરા" અને "સેન્ટ જોન"માં અભિનય કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા .




joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now