Rafale deal between India and France Today: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલાં આતંકી હુમલા બાદ એક તરફ ભારત દ્વારા પાકિસ્તાન સામે કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. ત્યારે એ દરમિયાન આજે ભારત અને ફ્રાન્સ વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી ડિફેન્સ ડિલ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે આજે 63,000 કરોડની રાફેલ મરીન ડિલ ફાઈનલ કરવામાં આવી છે. આ ડિલ થકી ભારતીય નૌકાદળની તાકાતમાં જબરદસ્ત વધારો થશે.
ભારત અને ફ્રાન્સ વચ્ચે 63,000 કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ અંતર્ગત 26 રાફેલ મરીન એરક્રાફ્ટની ખરીદી માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારત તરફથી સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે કરારમાં હસ્તાક્ષર કર્યા. ભારત 22 સિંગલ સીટર અને 4 ડબલ સીટર રાફેલ મરીન વિમાનો ખરીદશે, જે પરમાણુ બોમ્બ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. આ વિમાનો ખાસ કરીને ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર તહેનાત થશે.
63,000 કરોડમાં ભારત પરમાણુ બોમ્બ ફાયર કરવામાં સક્ષમ 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદશે. આ રાફેલ ભારતીય નેવીમાં સામેલ થતા તેની શક્તિમાં વધારો થશે.ભારત અને ફ્રાન્સે સોમવારે 26 રાફેલ મરીન એરક્રાફ્ટની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત વતી સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આ કરાર પર હસ્તાક્ષર કર્યા. ડીલ અંતર્ગત, ભારત ફ્રાન્સ પાસેથી 22 સિંગલ સીટર એરક્રાફ્ટ અને 4 ડબલ સીટર એરક્રાફ્ટ ખરીદશે.
આ વિમાનો પરમાણુ બોમ્બ ફાયર કરવાની ક્ષમતાથી સજ્જ હશે. અહેવાલો અનુસાર, ફ્રાન્સ સાથેની આ ડીલ લગભગ 63,000 કરોડ રૂપિયામાં થઈ રહી છે. શસ્ત્ર ખરીદીના સંદર્ભમાં ફ્રાન્સ સાથે ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે. 23 એપ્રિલે PM મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS)ની બેઠકમાં વિમાનની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી.
INS વિક્રાંત પર તહેનાત રહેશે રાફેલ મરીન્સઃ
ભારત INS વિક્રાંત પર રાફેલ મરીન વિમાન તહેનાત કરશે. વિમાન ઉત્પાદક કંપની દસોલ્ટ એવિએશને ભારતની જરૂરિયાતો અનુસાર આ વિમાનોમાં ઘણા ફેરફારો કર્યા છે. તેમાં એન્ટિ-શિપ સ્ટ્રાઈક, પરમાણુ શસ્ત્રો લોન્ચ કરવાની ક્ષમતા અને 10 કલાક સુધી ફ્લાઇટ રેકોર્ડિંગ જેવી સુવિધાઓ સામેલ છે. આ ઉપરાંત, કંપની ભારતને હથિયાર પ્રણાલી, સ્પેરપાર્ટ્સ અને વિમાન માટે જરૂરી સાધનો પણ પૂરાં પાડશે. અહેવાલો અનુસાર, આ વિમાનોની ડિલિવરી 2028-29 માં શરૂ થશે અને બધાં વિમાન 2031-32 સુધીમાં ભારત પહોંચી જશે.
ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ખરીદ્યાં છેઃ
રાફેલ મરીન પહેલાં ભારતે ફ્રાન્સ પાસેથી વાયુસેના માટે 36 રાફેલ જેટ પણ ખરીદ્યાં છે. 2016માં થયેલી આ ડીલનાં તમામ વિમાનો 2022માં ભારત પહોંચ્યાં હતાં. આ વિમાનો વાયુસેનાના અંબાલા અને હાશિનારા એરબેઝ પરથી સંચાલિત થાય છે. આ સોદો 58,000 કરોડ રૂપિયામાં થયો હતો. રાફેલ મરીન વિમાનની વિશેષતાઓ વાયુસેનાના રાફેલ વિમાન કરતાં વધુ અદ્યતન છે.
રાફેલ-એમની શું છે વિશેષતા?
રાફેલ-એમ માત્ર એક મિનિટમાં 18 હજાર મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તે પાકિસ્તાનના F-16 અને ચીનના J-20 કરતા સારું છે. તે ઉડાન ભર્યા પછી 3700 કિમી સુધી હુમલો કરવામાં સક્ષમ છે. તેમાં 30 મીમી ઓટો કેનન ગન અને 14 હાઇ પોઈન્ટ છે. તે ખૂબ જ નાની જગ્યામાં પણ 'લેન્ડ' કરી શકે છે.
આ ડિલથી ઈન્ડિયન નેવીને શું લાભ થશે?
નૌકાદળ પાસે બે વિમાનવાહક જહાજો INS વિક્રમાદિત્ય અને વિક્રાંત છે. હાલમાં, આના પર જૂના મિગ 29K ફાઇટર જેટ તહેનાત છે. આવી સ્થિતિમાં, જો આધુનિક રાફેલ-એમ તહેનાત કરવામાં આવે તો સમુદ્રમાં ભારતની તાકાત વધુ વધશે. રાફેલ-એમ ફાઇટર જેટ આકાશ, જમીન અને પાણીમાં નૌકાદળની પકડને વધુ મજબૂત બનાવશે.રાફેલ મરીનની અદ્યતન રડાર ટેકનોલોજી, વધુ શસ્ત્રો વહન કરવાની ક્ષમતા, વધુ સારા સેન્સર તેને મિગ-29 વિમાન કરતાં વધુ સારાં બનાવે છે. આ ડીલ ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની એક પહેલ પણ છે.






