Home Utilities Boy Sent A Bouquet For His Girlfriend Swiggy Gave A Bunch Of Coriander

ગર્લફ્રેન્ડને મોકલ્યું ગુલાબનું બુકે : સ્વિગીએ સાથે મોકલી કોથમીર

ગર્લફ્રેન્ડને મોકલ્યું ગુલાબનું બુકે
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2025, 01:02 PM IST

આપણામાંથી અનેક લોકો સ્વિગી જેવી એપ્સમાંથી ફૂડ ઓર્ડર કરે છે. ક્યારેક પોતાના માટે તો ક્યારેક પોતાના નજીકના લોકો માટે. પરંતુ શું તમને ખબર છે કે સ્વિગી માત્ર ફૂડ ઓર્ડર કરવાની સુવિધા નથી આપતી. તમે તમારા ખાસ લોકોને સ્વિગીથી ભેટ પણ મોકલી શકો છો. આવી જ રીતે એક યુઝરે તેના પાર્ટનરને ગુલાબનું બુકે મોકલ્યું. ગુલાબ દોઈને ગર્લફ્રેન્ડ ખુશ થઈ ગઈ અને સાથે જ આશ્ચર્યચકિત પણ થઈ. કારણે બુકે સાથે કોથમીર પણ આવી હતી.

તેણે તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યા જે હાલ વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોથમીર તેણે લખ્યું કે મને ફૂલો મોકલ્યા અને સ્વિગીએ તેની સાથે મફત કોથમીર આપી.

લોકોએ હાસ્યાસ્પદ રિએક્શન
એક યુઝરે લખ્યું, કારણ કે સ્વિગી ઈચ્છે છે કે તમે હવે તેના માટે કંઈક બનાવો. જ્યારે બીજા યુઝરે કહ્યું- ભાઈ, જો તમને ફ્રીમાં કોથમીર મળી રહી હોય તો લઈ લો. અહીં કેનેડામાં આપણે તેના માટે પણ ખર્ચો કરવો પડે છે.  જ્યારે એક યુઝરે પૂછ્યું કે, "જો હું કોથમીર મંગાવીશ તો શું હું મફતમાં ફૂલ મેળવી શકું?", સ્વિગી ઈન્સ્ટામાર્ટે તરત જ જવાબ આપ્યો, "એ શોધવાનો એક જ રસ્તો છે."

સ્વિગીએ શું કહ્યું?
કંપનીએ કસ્ટમર સર્વિસ એકાઉન્ટ, સ્વિગી કેયર્સે એક સ્ટાન્ડર્ડ રિએક્શન આપ્યું. અસુવિધા બદલ અમે દુઃખ છે. કૃપા કરીને ઓર્ડર નંબર શેર કરો. અમે તેની તપાસ કરીશું. જે પછી યુવતીએ લખ્યું કે હવે મુકો હું કોથમીર પણ ખાઈશ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now