રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડા ગ્લેમર વર્લ્ડના સૌથી ચર્ચિત સ્ટાર કપલ્સમાંથી એક છે. આમ તો બંને ક્યારેય પોતાના રિલેશનશિપને ઓફિશિયલ નથી કરી, પરંતુ તેમનો પ્રેમ ક્યારેય છુપાતો નથી. બંને ક્યારેક કોઈ ફંક્શનમાં સાથે આવે છે તો ક્યારેક બંને સાથે વેકેશનમાં. કોઈક વખત તો રશ્મિકા વિજયનું ટી-શર્ટ અને ટોપી પહેરેલી દખાઈ છે.
જોકે ભલે, રશ્મિકા અને વિજયે લાખ ડેટિંગ રૂમર્સ છતા ક્યારેય પોતાના સંબંધને જાહેરમાં કબૂલ્યો નથી, પરંતુ તેમના ફેન્સ હંમેશા તેમણે લગ્નના બંધનમાં બંધાયેલા જોવા માંગતા હતા. ત્યારે હવે તે સમય આવી ગયો છે. હા, રશ્મિકા અને વિજય ટુંક જ સમયમાં લગ્ન કરી શકે છે.
રશ્મિકા અને વિજયે કરી સગાઈ
આવી ફિલ્મી ગલીઓમાં ચર્ચા ચાલી રહી છે. એમ9 ની રિપોર્ટ અનુસાર, રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડાએ ચોરીછૂપીથી સગાઈ કરી લીધી છે. કપલે કોઈ પણ હોબાળા વિના નજીકના મિત્ર અને પરિવારની હાજરીમાં એક પ્રાઇવેટ સેરેમની હોસ્ટ કરી અને એક બીજા સાથે આજીવન સાથે રહેવાની કસમ ખાતા સગાઈની રિંગ પહેરાવી.
રશ્મિકા-વિજયના લગ્નની તારીખ
એટલું જ નહીં, રશ્મિકા અને વિજયના લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. બંને પાંચ મહિના બાદ એટલે આગામી વર્ષમાં ફેબ્રુઆરીમાં પારંપરિક રીતિ-રિવાજ સાથે લગ્નના બંધનમાં બંધાશે. સોશિયલ મીડિયા પર ફેન્સ કપલને તેમની ચોરીછૂપીથી કરેલી સગાઈની શુભેચ્છા આપી રહ્યા છે. જોકે, કપલની તરફથી આની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. એવામાં Offbeat Stories પણ આ માહિતીની કોઈ પુષ્ટિ કરતું નથી.
રશ્મિકા અને વિજયની લવ સ્ટોરી
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડાની લવસ્ટોરી ફિલ્મ સેટથી શરૂ થઈ હતી. બંને પહેલી વખત વર્ષ 2018 માં આવેલી ફીમ ગીત ગોવિન્દમમાં કામ કર્યું હતું અને આમાં તેમની કેમેસ્ટ્રીની ખૂબ પ્રસંસા થઈ હતી. આ બાદ 2019 માં તેમણે ડિયર કોમરેડમાં કામ કર્યું હતું. બંને ફિલ્મો બાદથી જ રશ્મિકા અને વિજયની ડેટિંગની અફવાહો શરૂ થઈ ગઈ હતી.