Home Entertainment Bollywood Ashish Vidyarthi Exposes Bollywood Fake Funeral

"કોઈને કોઈ દુઃખ નથી થતું, અહીં બધા નાટક કરે છે" : વાસ્તવના વિઠ્ઠલ કાણિયાએ બતાવી બોલીવુડની વાસ્તવિકતા

"કોઈને કોઈ દુઃખ નથી થતું,  અહીં બધા નાટક કરે છે"
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2025, 02:24 PM IST

Bollywood: ભારતીય ફિલ્મ જગતના શ્રેષ્ઠ એકટરોમાંના એક આશીષ વિદ્યાર્થીને બૉલીવુડની ખૂબ જ કડવી વાસ્તવિકતાથી પરદો ઉઠાવ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈની મૃત્યુ થાય છે ત્યારે સ્ટાર્સ લોકો સફેદ કપડાં અને કાળા ચશ્મા આંખો પહેરીને આવે છે. વધુમાં તેઓએ કહ્યું કે, તેઓ જ્યારે પ્રથમ વખત આવું જોયું તો તેમને ખૂબ જ આશ્ચર્ય થયું.તમણે કહ્યું કે, કેવી રીતે સ્ટાર્સ લોકો કોઈની મૃત્યુ પર પણ પ્રોફેશનલ બને છે. તેમની વર્ષ 1997માં ફિલ્મ ડાયરેક્ટર મુકુલ આનંદની એક ફિલ્મનો પ્રાર્થના મિલનનો કિસ્સા યાદ કરતા બોલિવૂડની આ પોલ ખોલી.

પ્રેયર મીટ માં શું હોય છે?
તેમણે જણાવ્યું કે, 'મુકુલ મરણોપરાંત સલમાન ખાન અને સંજય દત્તની સાથે દસ ફિલ્મ બનાવી રહ્યો હતો, અમે શુટિંગ માટે અમેરિકા ગયા હતા, હું પહેલી વાર અમેરિકા ગયો હતો, જ્યારે અમે પાછા ફર્યા ત્યારે મુકુલની મૃત્યુ નીપજ્યું, હું તે સમયે નવો નવો ફિલ્મ જગતમાં પગ મુક્યો હતો , હું મુંબઈમાં હજી સુધી કોઈ પ્રેયર મીટમાં ગયો ન હતો. જ્યારે હું પહેલી વાર આવ્યો ત્યારે મેં જોયું કે બધા લોકોએ સફેદ વસ્ત્રો અને કાલા પહેરે છે, હું રંગીન કપડામાં હતો અને અસહજતા અનુભવી રહ્યો હતો, જ્યારે લોકો પ્રેયર મીટથી પરત ફરવા લાગ્યા તો પરીસ્તીથી વધારે અજીબ બની, મને બહાર આવવામાં ખરાબ લાગી રહ્યું હતું,પછી મને કોઈએ તેમની ખૂણી મારતા કહ્યુ ખુબ દુઃખ થયું, હવે ચાલો આગળની ડેટ્સ પર વાત કરીએ.
તેઓ ખુબ આશ્ચર્યમાં હતા.
તેમણે આગળ જણાવ્યું કે, 'હું તેમની વાત સાંભળીને માથું નીચે રાખી, હાથ જોડીને જવાબો આપ્યો. બહાર નીકળ્યો તો હું ખુબ હેરાનીમાં મુકાય ગયો, આ શું થઈ રહ્યું છે, જ્યારે આપણે કોઈ સાથે વ્યક્તિગત રીતે જોડાયેલા ન હોઈએ તો આપણને દુઃખ ન થાય. અહીં બધા લોકો એક પ્રોફેશનલ રીતે દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા, આ એવું જ હતું કે, જેમ કે તમે હોસ્પિટલમાં છો અને હું પૂછું છું 'બધું બરાબર છે ને'? અને પછી ગણગણાટ શરુ કરી દઉં. સાથે સાથે તેઓએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપવાના ટ્રેન્ડ પર પણ કટાક્ષ કર્યો. અને કહ્યું, 'આજકાલ ઓમ શાંતિ અને જલ્દી જતા રહ્યા એમ કહેવાનું ચલણ બની ગયું છે'. તે બધું મારી સમજણથી બહાર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now