Home Automobile Bollywood Actors Expensive Superbikes Collection Salman Khan John Abraham Madhavan Ishaan Khatter News

સલમાન ખાનથી લઈ જ્હોન અબ્રાહમ સુધી : આ બોલીવુડ સ્ટાર્સ પાસે છે કરોડોની સુપરબાઈક્સનું કલેક્શન

સલમાન ખાનથી લઈ જ્હોન અબ્રાહમ સુધી
Published by: OBS Bureau
Last Updated: Dec 13, 2025, 03:45 PM IST

બોલીવુડના કલાકારો પોતાની લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. સામાન્ય રીતે ફિલ્મી સિતારાઓને લક્ઝરી કારનો શોખ હોય છે અને તેઓ કરોડો રૂપિયાની ગાડીઓમાં ફરતા જોવા મળે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે કેટલાક સ્ટાર્સ એવા પણ છે જેમને કાર કરતા બાઈક ચલાવવી વધારે પસંદ છે. આ કલાકારો પાસે દુનિયાની સૌથી મોંઘી અને ઝડપી સુપરબાઈક્સનું શાનદાર કલેક્શન છે. સલમાન ખાન, જ્હોન અબ્રાહમ અને આર માધવન જેવા કલાકારોના ગેરેજમાં એવી બાઈક્સ છે જેની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. આજે અમે તમને આવા જ કેટલાક સ્ટાર્સ અને તેમની ફેવરિટ બાઈક્સ વિશે જણાવીશું.

જ્હોન અબ્રાહમનું બાઈક પ્રેમ

જ્હોન અબ્રાહમને બોલીવુડનો અસલી બાઈક લવર માનવામાં આવે છે. ફિલ્મ ધૂમ પછી તો બાઈક સાથે તેમનું નામ જોડાઈ ગયું છે. જ્હોન પાસે Yamaha, Aprilia, Ducati અને Kawasaki જેવી ઘણી મોટી કંપનીઓની બાઈક છે. તેના કલેક્શનમાં સૌથી ખાસ Ducati Panigale V4 છે. આ એક સુપરબાઈક છે જેની કિંમત 50 લાખ રૂપિયા કરતા પણ વધારે છે. આ સિવાય તેની પાસે Yamaha VMAX જેવી પાવરફુલ બાઈક્સ પણ છે.

આર માધવનની લક્ઝરી ક્રૂઝર

પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતા આર માધવન પણ બાઈક રાઈડિંગના ખૂબ શોખીન છે. તેમને સ્પોર્ટ્સ કરતા ક્રૂઝર બાઈક્સ વધારે પસંદ છે. માધવન પાસે Indian Roadmaster નામની શાનદાર બાઈક છે. આ બાઈક લુકમાં જેટલી શાહી લાગે છે એટલી જ તેની કિંમત પણ છે. રિપોર્ટ્સ મુજબ આ બાઈકની કિંમત લગભગ 45 લાખ રૂપિયા જેટલી છે. માધવન અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની આ બાઈક સાથે ફોટો શેર કરતા રહે છે.

સલમાન ખાનની સ્પીડ

બોલીવુડના ભાઈજાન સલમાન ખાનને પણ બાઈક ચલાવવી ખૂબ ગમે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારથી જ તેમને બાઈક્સનો શોખ રહ્યો છે. સલમાનના કલેક્શનમાં Yamaha R1 સુપરબાઈક સામેલ છે. આ બાઈક તેની સ્પીડ અને સ્ટાઈલ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ બાઈકની કિંમત આશરે 22 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. સલમાન ઘણીવાર શૂટિંગ સેટ પર પણ બાઈક ચલાવતા જોવા મળ્યા છે.

ઈશાન ખટ્ટર અને શાહિદ કપૂર

શાહિદ કપૂર અને તેના ભાઈ ઈશાન ખટ્ટરને પણ બાઈકિંગનો જબરદસ્ત ક્રેઝ છે. બંને ભાઈઓ ઘણીવાર યુરોપ ટ્રીપ પર બાઈક રાઈડિંગ માટે જાય છે. ઈશાન ખટ્ટર પાસે Triumph Bonneville Speed Twin બાઈક છે જેની કિંમત 15 લાખ રૂપિયાની આસપાસ છે. જ્યારે શાહિદ કપૂર પાસે Harley Davidson Fat Boy છે જેની કિંમત 25 લાખ રૂપિયા જેવી છે. આ ઉપરાંત કુણાલ ખેમુ પણ બાઈક લવર છે અને તેની પાસે પણ Ducati Panigale V4 જેવી મોંઘી બાઈક છે.

અક્ષય કુમાર અને સૈફ અલી ખાન

ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર પાસે Yamaha VMAX છે જેની કિંમત 25 લાખ રૂપિયા છે. બીજી તરફ સૈફ અલી ખાન પાસે Harley Davidson Iron 883 છે. આ બાઈક તેના ક્લાસી લુક માટે જાણીતી છે અને તેની કિંમત 20 લાખ રૂપિયા જેટલી છે. વિવેક ઓબેરોય પણ આ લિસ્ટમાં સામેલ છે અને તેમની પાસે Ducati 1098 બાઈક છે જેની કિંમત 35 લાખ રૂપિયાથી વધુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now