Home Gujarat Boiler Blast At Saykha Gidc In Vagra Bharuch

ભરૂચના વાગરામાં સાયખા GIDC માં બોઇલર બ્લાસ્ટ : ત્રણ કર્મચારીઓને ગંભીર ઈજા, લોકોમાં ડર

ભરૂચના વાગરામાં સાયખા GIDC માં બોઇલર બ્લાસ્ટ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 06:04 AM IST

Bharuch Fire News : ભરૂચના વાગરા તાલુકાની સાયખા GIDC ખાતે આવેલ અલકેમી ફાઇન કેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં બોઈલર બ્લાસ્ટની ઘટના બની છે. કંપનીના બોઇલરમાં અચાનક બ્લાસ્ટ થતાં કંપનીમાં હડકંપ મચી ગયો હતો.

ત્રણ કર્મચારીઓને ગંભીર ઈજાઓ

પ્રાથમિક માહિતી મુજબ સુરક્ષા બાબતમાં થયેલી બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે. બોઇલર બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેમાં કામ કરતા ત્રણ કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્તોને તરત જ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે કંપનીમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે અને અધિકારીઓ તરફથી અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

લોકોમાં ડરનો માહોલ

સમગ્ર ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતાં. જેના કારણ રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now