Home Entertainment Bobby Deols Film Kanguva Is In Race Of Oscar

પડદા પર ફ્લોપ, અવોર્ડમાં હિટ! : ઓસ્કર 2025ની રેસમાં આવી બોબીની ફિલ્મ, આમ તો ગઈ હતી ફ્લોપ

પડદા પર ફ્લોપ, અવોર્ડમાં હિટ!
Published by: OBS Bureau
Last Updated: Jan 07, 2025, 02:30 PM IST

અભિનેતા બોબી દેઓલની ફિલ્મ કંગુવા હવે ઓસ્કરની રેસમાં સામેલ થઈ ગઈ છે. સાંભળીને નવાઈ લાગે એવા આ સમાચાર સાચા છે. કારણ કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ જરાય નહોતી ચાલી. ઓટીટી પર પણ ફિલ્મને ઠીકઠાક પ્રતિભાવો મળ્યા હતા. પરંતુ તે ઓસ્કરની રેસમાં સામેલ થઈ ગઈ છે. મોટી વાત એ છે કે, આ ફિલ્મ લગભગ 300 કરોડથી વધુના બજેટની હતી. જેમાંથી તેણે 100 કરોડ પણ માંડ કમાયા હશે.જેટલો આ ફિલ્મનો ચાહકોને ઈંતઝાર હતો એના કરતા ઓછા સમયમાં તો ફિલ્મ થિયેટરમાંથી ઉતરી ગઈ છે. ફિલ્મથી લોકોને જે આશા હતી તે ઠગારી નિવડી હતી.

આ ફિલ્મના ચાહકો માટે સારા સમાચાર એ આવ્યા છે કે, ફિલ્મ ઓસ્કરની રેસમાં દોડી રહી છે.ફિલ્મનું નામ ઓસ્કર માટેના ટોપ કન્ટેન્ડરની લિસ્ટમાં માનવામાં આવી રહ્યું છે. આનું કારણ ડિજિટલ પ્લેટફોર્મને પણ માનવામાં આવી રહ્યું છે.300-350 કરોડના બજેટની ફિલ્મ બોર્સ ઓફિસ પર 106 કરોડની કમાણી કરી હતી. દરેક દેશ પોતાની તરફથી એક ફિલ્મ ઓસ્કર માટે મોકલે છે. અને મેકર્સ પણ મોકલી શકે છે. આ જ રીતે કંગુવા પણ મોકલવામાં આવી છે.

સિરુથાઈ સિવાની કંગુવામાં બોબી દેઓલ વિલનના રોલમાં હતા. તો સૂર્યા ડબલ રોલમાં હતા. તેની સામે દિશાપાટની હતી. બોબીએ આ ફિલ્મથી તમિલ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. જે તેને કાંઈ ખાસ ફળ્યું નથી.ગ્રાન્ડ પ્રોજેક્ટની નિષ્ફળતાથી સૌને નુકસાન થયું છે. સાંભળવામાં તો એવું પણ આવ્યું છે કે, કંગુવા નિષ્ફળ જતા સૂર્યાનો મોટો પ્રોજેક્ટ કર્ણ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now