Home Gujarat Boat Capsizes In The Sea Near Jambusar In Bharuch

ભરૂચમાં જંબુસર નજીક દરિયામાં બોટ પલટી : મદદની ચીસો, 1નું મોત - 30ને બચાવ્યા

ભરૂચમાં જંબુસર નજીક દરિયામાં બોટ પલટી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 07, 2025, 10:10 AM IST

Bharuch News : ભરૂચના જંબુસર નજીક દરિયામાં આજે મોટી દુર્ઘટના ટળી છે. એશિયન એનર્જી કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કામદારોને લઇ જતી બોટ અચાનક દરિયામાં પલટી જતાં ભારે ચકચાર મચી હતી. આ બોટ ONGC કંપનીના ઓઇલ સર્વે માટે કામદારોને દરિયામાં લઇ જવા નીકળી હતી.

જંબુસર નજીક દરિયામાં બોટ પલટી

ઘટનાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં બોટ અચાનક સંતુલન ગુમાવીને ઊંઘી વળતી દેખાઈ રહી છે. દ્રશ્યોમાં કામદારો બોટ સાથે પાણીમાં પડતા અને મદદ માટે ચીસો પાડતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર દરિયામાં ભરતીનું પાણી અચાનક વધવાથી બોટનું બેલન્સ બગડ્યું અને થોડા જ સેકન્ડોમાં બોટ પલટી ગઈ. બચાવ કામગીરી દરમિયાન એક કામદારનું મોત થયાની ખાતરી થઇ છે, જ્યારે 30 જેટલા કામદારોને જીવિત અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

1 કામદારનું મોત, 30ને બચાવાયા

સ્થાનિક માછીમારો, રેસ્ક્યુ ટીમો અને તંત્રે તાત્કાલિક મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. સમયસર કાર્યવાહી ન હોત તો જાનહાનીનો આંકડો વધુ વધી શક્યો હોત. આ ઘટનાએ દરિયાઈ સલામતી, બોટ મેન્ટેનન્સ અને હવામાનની પરિસ્થિતિની પૂર્વ આગાહી જેવા મુદ્દાઓ પર નવા પ્રશ્નો ઊભા કર્યા છે. ONGC તથા સંબંધિત કંપનીઓ દ્વારા દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now