Home Health-lifestyle Black Pepper And Turmeric Milk Is Good For Gut Health

આ દૂધ કરશે કમાલ : હળદર જ નહીં, મરી વાળું આ દૂધ કરશે કમાલ, પેટને રખશે ટકાટક

આ દૂધ કરશે કમાલ
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2025, 04:00 PM IST

દૂધને અમૃત સમાન માનવામાં આવે છે. દૂધ પીવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થાય છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. દૂધ પીવાથી ન માત્ર શરીરને એનર્જી મળે છે પરંતુ સાથે ઈમ્યુનિટી પણ વધે છે. આ જ કારણ છે કે, ડૉક્ટર બાળકો અને બુઝુર્ગોને રોજ એક ગ્લાસ દૂધ પીવાની સલાહ આપે છે. સામાન્ય રીતે દૂધને મસાલો, હળદર કે સૂકામેવા નાંખીને પીવામાં આવે છે. પરંતુ તમે મરી વાળું દૂધ પણ પી શકો છો. જેના અનેક ફાયદા છે.

આયુર્વેદમાં હળદર અને મરીવાળા દૂધ પીવાના અનેક કમાલ ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. તેને પીવાથી શરીરની અનેક સમસ્યાઓથી છૂટકારો મળે છે અને તેને રોજ પીવાથી અનેક ગંભીર બીમારીઓ દૂર રહે છે. હળદર અને કાળા મરી મિક્સ કરીને દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેને રોજ પીવાથી અનેક પ્રકારના ઈન્ફેક્શન અને બીમારીઓથી બચી શકાય છે.

પાચન તંત્ર માટે પણ મરી વાળું દૂધ ખૂબ જ ફાયદો કરાવે છે. તે પેટમાં પાચન માટે એન્ઝાઈમ્સનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે. જેનાથી ભોજન જલ્દીથી પચે છે. અને ગેસ,અપચા જેવી સમસ્યાથી રાહત મળે છે.હળદર અને કાળા મરી મિક્સ કરીને દૂધ પીવાથી શરદી અને ઉધરસમાં જલ્દી રાહત મળે છે. આ ઉપરાંત, તે ગળાના દુખાવાથી પણ રાહત આપી શકે છે. જો તમે બદલાતા હવામાનમાં વારંવાર શરદી અને ઉધરસથી પરેશાન છો, તો એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચપટી હળદર અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને પીવો.


(Diclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. કોઈ પણ નુસખો અજમાવતા પહેલા વિશેષજ્ઞોની સલાહ જરૂરથી લો.)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now