Home Gujarat Bjp Team Jagadish Vishwakarma Meeting In Kamalam

ભાજપના કમલમમાં 'ટીમ જગદીશ'ની બેઠક : નવા હોદ્દેદારો હોદ્દો સંભાળશે, મનપા સહિતની ચૂંટણીઓ મામલે ઘડાશે રણનીતિ

ભાજપના કમલમમાં 'ટીમ જગદીશ'ની બેઠક
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 29, 2025, 11:33 AM IST

Gujarat BJP meeting : કમલમમાં આજે પ્રદેશ ભાજપની નવી ટીમની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. નવનિયુક્ત હોદ્દેદારો મોટી સંખ્યામાં કમલમ પહોંચ્યા હતા, જ્યાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કમલમ પરિસરમાં વંદે માતરમ્ અને ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા, જેના કારણે સમગ્ર માહોલ ઉર્જાભર્યો બની ગયો હતો. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક પણ કમલમ પહોંચ્યા હતા.

જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે. અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નવનિયુક્ત હોદ્દેદારો વચ્ચેની આ પ્રથમ બેઠક હોવાથી તેનો વિશેષ મહત્ત્વ માનવામાં આવી રહ્યો છે. બેઠક દરમિયાન પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા તેમજ આવનારી મહાનગરપાલિકા (મનપા) ચૂંટણી સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે સરકારની સિદ્ધિઓ જનતા સુધી પહોંચાડવા અને સંગઠન સ્તરે કાર્યપદ્ધતિને વધુ સક્રિય બનાવવાના મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શક્યતા છે.

નવી નિમણૂંક બાદ પ્રથમ બેઠક

ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક બાદ હવે સંપૂર્ણ નવી સંગઠનાત્મક ટીમ જાહેર કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની આ નવી રચનામાં કુલ 27 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 10 મંત્રી, 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની નિમણૂંક કરવામાં આવી છે, જેથી સંગઠનને વધુ મજબૂત અને અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવી ટીમમાં કુલ 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, જે અલગ-અલગ વિસ્તાર અને સમાજવર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે આ નવી નિમણૂક બાદ પ્રથમ બેઠક ગણવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now