Home International Bjp Ready To Win Tamil Nadu Election With Aiadmk

AIADMK સાથે મળી તમિલનાડુનો કિલ્લો સર કરવા ભાજપ તૈયાર : અત્યાર સુધી આ રાજ્યમાં નથી મળી ધારી સફળતા

AIADMK સાથે મળી તમિલનાડુનો કિલ્લો સર કરવા ભાજપ તૈયાર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 11, 2026, 05:30 AM IST

આ વર્ષે તમિલનાડુમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે કમર કસી લીધી છે.. ભાજપે આ ચૂંટણી માટે તમિલનાડુમાં AIADMK સાથે ગઠબંધન કરેલું છે. કર્ણાટકમાં મજબૂત કેડર બેઝ સ્થાપિત કર્યા પછી, ભારતીય જનતા પાર્ટી હવે તમિલનાડુમાં તેનો દબદબો સ્થાપિત કરવા માંગે છે. 2014 થી, પાર્ટી સતત પ્રયાસો કરી રહી છે પરંતુ નોંધપાત્ર સફળતા મેળવવામાં નિષ્ફળ રહી છે. કર્ણાટકમાં મજબૂત ઉમેદવારો અને આંધ્રપ્રદેશમાં ગઠબંધન હોવા છતાં, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં ભાજપનો વિજયરથ આ રાજ્યમાં આવી અટકી જાય છે. કારણ એ છે કે અહીં ભાજપ પાસે મજબુત સ્થાનિક નેતૃત્વનો અભાવ છે.

તમિલનાડુમાં ભાજપનો સૌથી લોકપ્રિય ચહેરો અન્નામલાઈ હવે રાજ્યના વડા નથી; નૈનાર નાગેન્દ્રન તેમનું સ્થાન લઈ ચૂક્યા છે. નૈનારને તમિલનાડુમાં અન્નામલાઈ જેટલી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ નથી. તમિલનાડુમાં બીજેપીના અન્ય કોઈ નેતાને રાજ્યની બહાર ઓળખ મળી નથી. ઘટતા સમર્થન આધારને કારણે, ભાજપને તમિલનાડુમાં પગપેસારો કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુમાં ભાજપને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે

તમિલનાડુમાં ભાજપ હજુ બહારથી આવેલી પાર્ટી કહેવાઇ રહી છે, જેની પાસે સ્થાનિક સ્તરે મોટા ચહેરા ખુબજ ઓછા છે. તમિલનાડુમાં ભાજપ ગઠબંધનના સહયોગીઓ સાથે આગળ વધશે. ભાજપે રાજ્યમાં ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે AIADMK સાથે ગઠબંધનમાં છે..

તમિલનાડુમાં ભાજપના મુખ્ય નેતાઓના નામ પર નજર કરીએ તો નયનર નાગેદ્રન કે જેઓ તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ છે, કે.અન્નામલાઇ તેઓ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે. એલ.મુરુગન જેઓ કેન્દ્રીય મંત્રી છે, વનથી શ્રીનિવાસન કે જેઓ મહિલા મોરચાના પ્રમુખ છે તે મુખ્ય છે.. આ ઉપરાંત અન્ય જાણીતા અને મહત્વના નામોમાં ભાજપના પ્રવક્તા, કે.ટી. રાઘવન તમિલનાડુ ભાજપના સચિવ એસ.જી. સૂર્યા અને તમિલનાડુ ભાજપના પૂર્વ મહાસચિવ રામા શ્રીનિવાસનનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now