Home Gujarat Bjp Mla Kumar Kanani Wrote A Letter And Sought A Written Response From The Police And Municipality

'વરાછા બ્રિજ નીચે ચાલે છે ગે.કાનૂની પ્રવૃત્તિ' : ભાજપના MLA કુમાર કાનાણીએ પત્ર લખી પોલીસ–પાલિકા પાસે માંગ્યો લેખિત જવાબ

'વરાછા બ્રિજ નીચે ચાલે છે ગે.કાનૂની પ્રવૃત્તિ'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 27, 2025, 06:26 PM IST

Kumar Kanani Letter : સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિસ્તારમાં વધતી ગેર પ્રવૃત્તિઓને લઈને વધુ એક લેટર લખ્યો છે. તેમણે વરાછા ઓવરબ્રિજથી સરથાણા ઓવરબ્રિજ સુધીના વિસ્તારમાં વર્ષોથી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં સુરત પોલીસ કમિશનર અને સુરત પાલિકા કમિશનરને લેખિતમાં જવાબ માંગ્યો છે.

'આ બ્રિજ નીચે ડ્રગ્સ, અફીણ, ગાંજા જેવા માદક પદાર્થોનું વેચાણ...'

ધારાસભ્ય કાનાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, “વર્ષોથી આ બ્રિજ નીચે ડ્રગ્સ, અફીણ, ગાંજા જેવા માદક પદાર્થોનું વેચાણ થાય છે. પોલીસ કાર્યવાહી કરે છે, પરંતુ થોડા દિવસો પછી ફરી શાંતિ છવાઈ જાય છે અને કોઈ નક્કર કામગીરી હાથ ધરાતી નથી.” તેમણે વધુમાં આરોપ મૂક્યો કે આ સમગ્ર ગેરપ્રવૃત્તિ વિશે પોલીસને પણ ખબર છે અને પાલિકાને પણ, છતાં યોગ્ય અને સતત કાર્યવાહી ના થવાને કારણે આ પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલુ જ છે.

જાહેર સુરક્ષા અને સમાજ માટે ગંભીર ખતરો

ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, 'બ્રિજ નીચે લોકો જાહેરમાં ગાંજો, ડ્રગ્સ તથા જુગાર રમતા જોવા મળે છે, જે જાહેર સુરક્ષા અને સમાજ માટે ગંભીર ખતરો છે. આ સ્થિતિ ક્યારે અને કેવી રીતે નિયંત્રણમાં આવશે તે અંગે તેમણે સંબંધિત વિભાગો પાસેથી સ્પષ્ટ લેખિત જવાબ માંગ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now