Home Gujarat Bjp Leaders Inspected Sir Operations In Surat

સુરતમાં ભાજપ નેતાઓએ SIR કામગીરીનું નિરીક્ષણ કર્યું : કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને DyCM હર્ષ સંઘવી વિવિધ બુથોની મુલાકાતે

સુરતમાં ભાજપ નેતાઓએ SIR કામગીરીનું નિરીક્ષણ કર્યું
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 30, 2025, 01:59 PM IST

Surat News : સુરત શહેરમાં ભાજપ દ્વારા ચાલી રહેલી મતદાર યાદી સુધારણા SIR વિશેષ ડ્રાઈવનું આજે ઊંચી કક્ષાએ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જઈ કાર્યપ્રવૃત્તિનો અભ્યાસ કર્યો.

સી આર પાટીલ અને હર્ષ સંઘવીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું

સી આર પાટીલે મજુરા, ચોર્યાસી, ઉધના અને લિંબાયત વિધાનસભા વિસ્તારના અનેક બુથોની મુલાકાતે પહોંચ્યા અને SIR કામગીરીનું મૂલ્યાંકન કર્યું. બીજી તરફ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉધના, કરંજ, ચોર્યાસી, લિંબાયત, કતારગામ, વરાછા અને સુરત પશ્ચિમ વિધાનસભાના બુથોની મુલાકાતે પહોંચી સ્થિતિનો અભ્યાસ કર્યો હતો.

કામગીરીની પ્રગતિ અંગે વિગતો મેળવી

હાલ શહેરભરમાં SIR કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. વધુમાં વધુ મતદારો પોતાના નામ, સરનામા અથવા પોતાની વિગતો સુધારી શકે તે માટે દરેક બુથ ખાતે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બંને આગેવાનોએ સ્થળ પર હાજર અધિકારીઓથી કામગીરીની પ્રગતિ વિશે માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now