Home International Bjp Announces 9 Candidates For Rajya Sabha Elections National President Nitin Naveen Gets Ticket From Bihar

Rajyasabha Election 2026 : ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે 9 ઉમેદવારો કર્યા જાહેર, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને બિહારથી મળી ટિકિટ

Rajyasabha Election 2026
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 10:16 AM IST

Rajyasabha Election 2026: ભારતીય જનતા પાર્ટીએ આગામી રાજ્યસભા ચૂંટણી 2026 માટે પોતાના પત્તા ખોલી દીધા છે. ભાજપ દ્વારા આજે મંગળવારે 6 રાજ્યોની કુલ 9 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં સૌથી મોટું નામ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનું છે, જેમને પાર્ટીએ બિહારથી મેદાનમાં ઉતાર્યા છે.


બિહાર અને અન્ય રાજ્યોના મહત્વના ચહેરાઓઃ

ભાજપે જાહેર કરેલી યાદી મુજબ, બિહારથી બે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જેમાં નીતિન નવીન અને શિવેશ રામનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય રાજ્યોમાં પણ સંગઠનના મજબૂત ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે:

હરિયાણા: સંજય ભાટિયા

પશ્ચિમ બંગાળ: રાહુલ સિન્હા

છત્તીસગઢ: લક્ષ્મી વર્મા

ઓડિશા: પ્રદેશ અધ્યક્ષ મનમોહન શામલ અને સુજીત કુમાર

અસમ: તરાશ ગોવાલા અને જગનમોહન

નોંધનીય છે કે, ભાજપે આ યાદીમાં મહારાષ્ટ્રના ઉમેદવારોના નામ હજુ જાહેર કર્યા નથી, જેના પર સૌની મીટ મંડાયેલી છે.


ચૂંટણીનો કાર્યક્રમઃ

રાજ્યસભાની આ ખાલી પડેલી બેઠકો માટેની પ્રક્રિયા હવે વેગ પકડશે. ચૂંટણી પંચના શિડ્યુલ મુજબ:

ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ: 5 માર્ચ, 2026

મતદાનની તારીખ: 15 માર્ચ, 2026

પરિણામ: 15 માર્ચના રોજ મતદાન પૂર્ણ થયા બાદ જ મતગણતરી હાથ ધરવામાં આવશે.


રાજકીય સમીકરણોઃ

ભાજપે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષને ઉચ્ચ સદનમાં મોકલવાનો નિર્ણય કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પાર્ટી આગામી સમયમાં સંગઠન અને સંસદ બંને સ્તરે આક્રમક રણનીતિ સાથે આગળ વધવા માંગે છે. ઓડિશા અને અસમ જેવા રાજ્યોમાં બે-બે ઉમેદવારો જાહેર કરીને ભાજપે પ્રાદેશિક સમીકરણો સાધવાનો પણ પ્રયાસ કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now