Home International Bihar Nda Seat Sharing Upendra Kushwaha Meets Amit Shah

અમિત શાહ સાથેની એક મુલાકાત અને Problem solve : બિહાર ચૂંટણી પહેલાં નારાજ ઉપેન્દ્ર કુશવાહાએ સ્પષ્ટતા કરી 'નારાજ નથી'

અમિત શાહ સાથેની એક મુલાકાત અને  Problem solve
Published by: OBS Bureau
Last Updated: Oct 15, 2025, 06:48 PM IST

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા સીટ વહેંચણીને લઈને NDAમાં ચાલી રહેલા આંતરિક મતભેદ વચ્ચે, રાષ્ટ્રીય લોક મોરચા (RLM) ના વડા ઉપેન્દ્ર કુશવાહા એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. દિલ્હી મુલાકાત બાદ તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ નારાજ નથી અને તમામ મુદ્દાઓ “ચર્ચા દ્વારા ઉકેલી શકાય છે.”


નારાજગી જેવી કોઈ વસ્તુ નથી: ઉપેન્દ્ર કુશવાહા

રાજ્યસભાના સાંસદ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું,

“નારાજગી જેવી કોઈ વસ્તુ નથી. ચર્ચાઓ થાય છે અને જે મુદ્દાઓ ઊભા થાય છે, તેનું નિરાકરણ સમયસર લાવવામાં આવે છે. એ જ સંદર્ભમાં અમે દિલ્હી ગયા અને ભાજપના ટોચના નેતૃત્વ સાથે મુલાકાત કરી. ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે પણ વાતચીત થઈ.”


ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર થશે

કુશવાહાએ કહ્યું કે ભાજપ હાઈકમાન્ડ સાથેની ચર્ચા બાદ હવે કોઈ મૂંઝવણ બાકી નથી,

“અમે ટૂંક સમયમાં કેટલાક ઉમેદવારો અને બેઠકો અંગે પ્રેસ રિલીઝ જાહેર કરીશું.”

આ પહેલાં આરએલએમના વડાએ બુધવારે બપોરે પટણા સ્થિત પાર્ટી ઓફિસમાં કટોકટી બેઠક બોલાવી હતી, પરંતુ દિલ્હી જવાના કારણે તે મુલતવી રાખવામાં આવી હતી.


દિલ્લી જતા પહેલા સોશિયલ મીડિયા પર લખ્યું સંદેશ

કુશવાહાએ પોતાના એક્સ (X) પોસ્ટમાં લખ્યું હતું—

“ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને હું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજી સાથે ચર્ચા કરવા દિલ્હી જઈ રહ્યા છીએ. તેથી આજે યોજાનારી બેઠક તાત્કાલિક મુલતવી રાખવામાં આવે છે.”


સીટ-શેરિંગ ફોર્મ્યુલા પર અસંતોષ

NDA દ્વારા જાહેર કરાયેલા સીટ-શેરિંગ ફોર્મ્યુલા અનુસાર,

  • ભાજપ અને JDU ને 101-101 બેઠકો,

  • લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ને 29,

  • જ્યારે હિન્દુસ્તાની અવમ મોરચા (HAM) અને RLM ને 6-6 બેઠકો ફાળવવામાં આવી હતી.

આ જાહેરાત બાદ કુશવાહાએ સોશિયલ મીડિયા પર ભાવનાત્મક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે સ્વીકાર્યું કે સીટની ગણતરી અપેક્ષા મુજબ નથી, પરંતુ કાર્યકરોએ ધીરજ રાખવી જોઈએ.


RLMમાં આંતરિક અસંતોષ પછી સમાધાનના સંકેત

આ પોસ્ટ બાદ RLMના કાર્યકરોમાં અસંતોષ ફેલાયો હતો, પરંતુ દિલ્હી મુલાકાત પછી કુશવાહાએ સ્પષ્ટ કર્યું છે કે હવે બધું ઠીક છે. NDAના નેતાઓ આશાવાદી છે કે હવે બિહારમાં સીટ વહેંચણી પર વિવાદ સમાપ્ત થશે અને ચૂંટણી તૈયારી પૂર્ણ ગતિએ આગળ વધશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય
યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર
અમેરિકાના શસ્ત્રાગારમાં મિસાઈલોની અછત વર્તાઈ
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વધુ વિકરાળ બની