બિહાર વિધાનસભા ચૂંટણીના રણક્ષેત્ર પર આજથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના દિગ્ગજ નેતાઓએ પ્રચારની તોફાની શરૂઆત કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના પ્રવાસે બિહારમાં પહોંચ્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પટણા જિલ્લાના દાનાપુર અને સહરસા જિલ્લામાં વાવંટોળ રેલીઓ યોજીને ભાજપના ઉમેદવારો માટે જનસમર્થન મેળવશે. આ ઉપરાંત, નામાંકન પ્રક્રિયા પણ આજથી શરૂ થઈ ગઈ છે, જેમાં ભાજપના કેતલાક મોટા નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
NDAને મળશે વેગકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
યોગી આદિત્યનાથના આ પ્રચાર પ્રવાસમાં બિહારમાં ભાજપના કાર્યક્ષેત્રને મજબૂત કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમની આ રેલીઓ ચૂંટણીના પહેલા ભાજપના મૂડને બુસ્ટ આપવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.અમિત શાહના ત્રણ દિવસના પ્રવાસથી NDAને મળશે વેગકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 18 ઓક્ટોબર સુધીના ત્રણ દિવસના પ્રવાસે બિહારમાં છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ઘણી જાહેર સભાઓને સંબોધન કરશે અને પાર્ટીની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. શાહના આ પ્રવાસને NDAના સીટ શેરિંગ અને કાર્યકર્તા મોટિવેશન માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય લોક મોર્ચા (આરએલએમ)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા સાથે તેમની બેઠક પણ યોજાઈ, જેમાં સીટ વહેંચણીના મુદ્દા પર ચર્ચા થઈ.
ભાજપે અત્યાર સુધીમાં ત્રણ યાદીઓ જાહેર કરી છે, જેમાં ૧૦૧ બેઠકો પર લડવાનો નિર્ણય લેવાયો છે. જેડીયુ પણ 101 બેઠકો પર લડશે, જ્યારે એલજેપી (રામ વિલાસ)ને 29 બેઠકો મળી છે.
નામાંકનમાં ભાજપના નેતાઓની ભીડ
નામાંકન પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે, અને ભાજપના દિગ્ગજ નેતાઓએ આ દિવસને તેમના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ બનાવ્યો. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ મુંગેર જિલ્લાની તારાપુર વિધાનસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી. આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ અને કેન્દ્રીય મંત્રી તથા મુંગેરના સાંસદ લલ્લન સિંહ પણ હાજર રહ્યા. આ ઉપરાંત, ભાજપના અન્ય ઉમેદવારો જેમ કે વિજય સિંહા (લખીસરઈ)એ પણ નામાંકન નોંધાવ્યા, જેમાં દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા જેવા નેતાઓએ ભાગ લીધો.
મહાગઠબંધનમાં સસ્પેન્સ
કોંગ્રેસે યાદી જાહેર કરી, વહેંચણી અંગે મુલાકાતો ચાલુ બીજી તરફ, વિપક્ષી મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગેનો અટકળબાજીનો માહોલ યથાવત છે. કોંગ્રેસે વહેંચણી કરાર પહેલાં જ પ્રથમ યાદી જાહેર કરી દીધી છે, જેમાં 17 ઉમેદવારોના નામોનો સમાવેશ છે. આનાથી આરજેડી અને અન્ય મીત્ર પક્ષોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આજે મહાગઠબંધનના નેતાઓ વચ્ચે અંતિમ બેઠક યોજાઈ રહી છે, જેમાં સીટ શેરિંગના નિર્ણય પર અંતિમ મોહર લાગશે.
NDAના નેતાઓનું કહેવું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય કેન્દ્રીય નેતાઓ પણ ટૂંક સમયમાં બિહારની ચૂંટણી પ્રચારમાં જોડાશે. ચૂંટણી 6 અને 11 નવેમ્બરે બે તબક્કામાં યોજાશે, અને 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે. આ વચ્ચે, ભાજપના આ પ્રચારથી રાજ્યમાં NDAનો વાતાવરણ વધુ મજબૂત થયો છે.






