જો તમે ફોલ્ડેબલ ફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે એક મોટી ડીલ આવી છે જે આપને ફાયદો કરાવશે. Samsung Galaxy Z Fold 5 5G પર Cromaમાં ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ક્રોમાની વેબસાઈટ પર કિંમતમાં ઘટાડો જોવા મળે છે. અને ખાસ વાત એ છે કે આ ડિસ્કાઉન્ટ કોઈ પણ બેંક ઓફર વગર મળી રહી છે.
Samsung Galaxy Z Fold 5 5G કિંમત અને ડિસ્કાઉન્ટ
Samsung Galaxy Z Fold 5 5Gના 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ ક્રોમા પર 1 લાખ 08 હજાર 990 રૂપિયામાં લિસ્ટેડ છે. જ્યારે આ ફોન જુલાઈ, 2023માં 1 લાખ 54 હજાર 999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. લોન્ચ કિંમતથી હાલ આ ફોન 46,000 રૂપિયા સસ્તો છે.
Samsung Galaxy Z Fold 5 5Gના સ્પેસિફિકેશન્સ
Samsung Galaxy Z Fold 5 5Gમાં 7.60 ઇંચની ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2176x1812 pixels છે. બીજી તરફ, 6.20 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 904x2316 pixels છે. આ ફોન ઓક્ટા કોર સ્નેપડ્રેગન 8 જનરલ 2 પ્રોસેસરનો છે. આ સ્માર્ટફોનમાં 12GB રેમ અને 256GB સ્ટોરેજ છે. આ ફોન 4400mAh બેટરી સાથે આવે છે. કનેક્ટિવિટીમાં Wi-Fi, GPS, Bluetooth v 5.30, NFC, USB Type C, ડ્યુઅલ સિમ અને 5G છે.
કેમેરાની વાત કરવામાં આવે તો Galaxy Z Fold 5 5Gના પાછળના ભાગમાં f/1.8 એપર્ચર સાથે 50-મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા છે જ્યારે f/2.2 એપર્ચર સાથે 12-મેગાપિક્સલનો બીજો કૅમેરા અને f/2.4 એપર્ચર સાથે 10-મેગાપિક્સલનો ત્રીજો કૅમેરો છે. આગળના ભાગમાં, તેમાં f/2.2 અપર્ચર સાથેનો 10 મેગાપિક્સલનો કેમેરા અને f/1.8 અપર્ચર સાથેનો 4 મેગાપિક્સલનો બીજો કેમેરો છે. ડાયમેન્શનની વાત કરીએ તો આ સ્માર્ટફોનની લંબાઈ 129.90, પહોળાઈ 154.90, જાડાઈ 6.10 અને વજન 253 ગ્રામ છે.




















