બિગ બોસ 16થી ભારતમાં લોકપ્રિય બનેલા અને તાજિકિસ્તાની ગાયક તેમજ સોશિયલ મીડિયા સ્ટાર અબ્દુ રોજિકની શનિવારે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અબ્દુ મોન્ટેનેગ્રોથી દુબઈ પહોંચતા જ એરપોર્ટ પર તેને પુલીસે અટકાયતમાં લીધો હતો.
ધરપકડના કારણ અંગે સત્તાવાર ઘોષણા હજુ અપાઈ નથી
દુબઈના અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી કે અબ્દુની ધરપકડ શા માટે કરવામાં આવી છે. ઘટનાની પુષ્ટિ હોવા છતાં અધિકૃત સ્તરે કારણો પર પડદો જાળવાયો છે.
મેનેજમેન્ટ કંપનીએ ચોરીના આરોપની પુષ્ટિ કરી
અબ્દુ રોજિકની મેનેજમેન્ટ કંપનીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, "તેમને ચોરીના આરોપસર પકડી લેવામાં આવ્યા છે." જોકે, કંપનીએ કેસના વિસ્તૃત વિગતો આપતા સ્પષ્ટ ઈનકાર કર્યો છે. અધિક તથ્યો હજુ બહાર આવવાના બાકી છે.
અબ્દુલ રોજિક – સોશિયલ મીડિયા સ્ટારથી બિગ બોસના ચાહિતાએ સુધીનો સફર
અબ્દુ રોજિક તાજિકિસ્તાનના જાણીતા ગાયક છે. તે નાના કદના હોવા છતાં તેમના મોટા વ્યક્તિત્વ અને મઝેદાર વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બન્યા છે. ભારતમાં તેઓ સૌથી વધુ ઓળખાયા ત્યારે જ્યારે તેમણે બિગ બોસ 16માં ભાગ લીધો હતો અને ભારતીય પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.
અબ્દુલ અગાઉ પણ કાનૂની તપાસનો સામનો કરી ચૂક્યા છે
આ ઘટનાની પહેલાં પણ અબ્દુનું નામ કાનૂની વિવાદમાં આવ્યું હતું. 2024માં, ભારતમાં ED (પ્રવર્તન નિર્દેશાલય) દ્વારા એક હોસ્પિટાલિટી કંપની સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, તેઓ ત્યારે આરોપી નહીં હતા, માત્ર માહિતી માટે બોલાવવામાં આવ્યા હતા.
કેમ એક જ છત નીચે નથી રહેતો શ્રદ્ધા કપૂરનો પરિવાર?: પિતા મુંબઈમાં, માતા ગોવામાં, શ્રદ્ધા જુહુમાં...






