Home Sports Big Update On Asia Cup 2025 Schedule Announcement And India Pakistan Participation Asia Cup

એશિયા કપમાં IND-PAKને લઈ ફસાયો પેંચ : ઓપરેશન સિંદૂર બાદ શું મેદાન-એ-જંગમાં સામસામે આવશે ભારત-પાકિસ્તાન?

એશિયા કપમાં IND-PAKને લઈ ફસાયો પેંચ
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 11:34 AM IST

એશિયા કપ 2025 અંગે એક મોટી અપડેટ સામે આવી છે. મળતી માહિતી અનુસાર એશિયા કપ સપ્ટેમ્બરમાં શરૂ થઈ શકે છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબધો બગડતા આ ટુનામેન્ટ પર સવાલ ઉભો થયા હતા.
પરંતુ હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે અને આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં યોજાઈ શકે છે.

મીડિયા રીપોર્ટસ અનુસાર ACC એ આ ટુર્નામેન્ટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં તેની શરૂઆત થશે. એશિયા કપમાં 6 ટીમો વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. એશિયા કપ 2025માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને UAEની ટીમો ભાગ લેશે. ACC એ આ ટુર્નામેન્ટ માટેની તૈયારીઓ ધીમે ધીમે શરૂ કરી દીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now