Home Entertainment Big Twist In The Cheating Case Against Shilpa Shetty And Raj Kundra

60 કરોડ છેતરપિંડી કેસમાં નવો વળાંક : શિલ્પા શેટ્ટી અને રાજ કુંન્દ્રાની મુશ્કેલીઓ વધી, EOW એ ભર્યું આ પગલું

60 કરોડ છેતરપિંડી કેસમાં નવો વળાંક
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 10:30 AM IST

Shilpa Shetty - Raj Kundra cheating case: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુંન્દ્રા માટે મુશ્કેલી વધી છે. મુંબઈ પોલીસની આર્થિક ગુનાઓ શાખા (EOW)એ ₹60 કરોડથી વધુની કથિત છેતરપિંડીના કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી) ઉમેરી દીધી છે. તપાસ દરમિયાન મળેલા નવા પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આ પગલું ભરવામાં આવ્યું છે.

કેસની શરૂઆત અને ફરિયાદ

આ કેસની શરૂઆત ઉદ્યોગપતિ દીપક કોઠારીની ફરિયાદ પર થઈ હતી. દીપક કોઠારીએ આરોપ લગાવ્યો છે કે શિલ્પા શેટ્ટી અને રાજ કુંન્દ્રાએ તેમની હવે બંધ થઈ ગયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડમાં 2015થી 2023 વચ્ચે રોકાણ તરીકે ₹60 કરોડથી વધુની રકમ લીધી, પરંતુ તેનો ઉપયોગ વ્યક્તિગત લાભ માટે કર્યો. શરૂઆતમાં આ કેસમાં IPCની કલમ 403 અને 406 (અપરાધિક વિશ્વાસઘાત) હેઠળ FIR નોંધાઈ હતી, પરંતુ હવે કલમ 420 ઉમેરાતાં કેસ વધુ ગંભીર બન્યો છે.

સાક્ષીઓના નિવેદનો ઇલેક્ટ્રોનિક પુરાવા

EOWએ કોર્ટને જાણ કરી છે કે તપાસમાં વિશ્વસનીય સાક્ષીઓના નિવેદનો અને ઇલેક્ટ્રોનિક પુરાવા મળ્યા છે, જે છેતરપિંડીની પુષ્ટિ કરે છે. ફરિયાદીના વકીલોએ જણાવ્યું કે આ પગલું તપાસના તથ્યો પર આધારિત છે અને તેનાથી કેસ હવે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ હેઠળ પણ આવી શકે છે, જેના કારણે ફરિયાદી ટૂંક સમયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો સંપર્ક કરી શકે છે.

વિદેશ યાત્રા પર પ્રતિબંધ

આ કેસને લીધે શિલ્પા શેટ્ટી અને રાજ કુંન્દ્રા સામે લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કરવામાં આવ્યું છે, જેના કારણે તેઓ વિદેશ જઈ શકતા નથી. તાજેતરમાં રાજકુંન્દ્રા ના પિતાની બીમારીને કારણે લંડન જવા માટે તેમણે બૉમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે ₹60 કરોડ જમા કરાવવા અથવા બૅન્ક ગેરંટી આપવાની શરત મૂકી છે, ત્યાં સુધી પ્રતિબંધ યથાવત્ રહેશે.

શિલ્પા અને રાજનો પ્રતિસાદ

શિલ્પા શેટ્ટી અને રાજ કુંન્દ્રાએ આ આરોપોને 'નિરાધાર અને પ્રેરિત' ગણાવ્યા છે. તેમણે નિવેદન જારી કરીને કહ્યું કે આ મામલો સિવિલ છે અને તેમણે તપાસમાં પૂર્ણ સહયોગ આપ્યો છે. તેઓ હાઈકોર્ટમાં કેસ રદ કરાવવા માટે અરજી કરી છે અને ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે.તપાસ હજુ ચાલુ છે અને આ કેસમાં વધુ વિકાસ થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now