Home International Big Statement By Iranian Foreign Minister Abbas Araghchi

"હોર્મુઝ સ્ટ્રેટ ફક્ત અમેરિકા અને ઇઝરાયલ માટે જ બંધ" : ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીનું મોટું નિવેદન

"હોર્મુઝ સ્ટ્રેટ ફક્ત અમેરિકા અને ઇઝરાયલ માટે જ બંધ"
Published by: OBS Bureau
Last Updated: Mar 15, 2026, 03:39 AM IST

Iran-US-Israel war: "ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ મહત્વનું નિવેદન આપ્યું છે. MS NOWને આપેલી એક મુલાકાતમાં તેમણે કહ્યું કે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) સંપૂર્ણપણે બંધ નથી, પરંતુ તે ફક્ત અમેરિકા અને ઇઝરાયલના જહાજો તેમજ ટેન્કરો માટે બંધ છે.

દુશ્મનોના ટેન્કરો અને જહાજો માટે બંધ

અરાઘચીએ વધુમાં જણાવ્યું: "ખરેખર, હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો છે. તે ફક્ત આપણા દુશ્મનોના ટેન્કરો અને જહાજો માટે બંધ છે – જેઓ આપણા અને આપણા સાથીઓ પર હુમલા કરે છે. બાકીના બધા માટે કોઈ પ્રતિબંધ નથી. અન્ય ઘણા ટેન્કર અને જહાજો હાલમાં પણ આ માર્ગમાંથી પસાર થઈ રહ્યા છે."તેમણે ઉમેર્યું કે ઘણા જહાજો સુરક્ષા ચિંતાઓને કારણે આ માર્ગમાંથી પસાર થવા માંગતા

નથી, પરંતુ તેનો ઇરાન સાથે કોઈ સંબંધ નથી.

ઇરાને રશિયા અને ચીનને પોતાના વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યા

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાત વચ્ચેના આ સાંકડા દરિયાઈ માર્ગમાં વૈશ્વિક તેલ વેપારનો મોટો હિસ્સો થાય છે. ઇરાને રશિયા અને ચીનને પોતાના વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ગણાવ્યા અને લશ્કરી સહયોગ ચાલુ રહેશે તેવું પણ જણાવ્યું. આ નિવેદનથી વૈશ્વિક ઊર્જા બજાર અને દરિયાઈ વેપાર પરની અસરો પર નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now