Home Gujarat Big Ruckus Among Students In Ld Engineering Hostel

LD એન્જિ.ની હોસ્ટેલમાં મોટી બબાલ : જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીને માર્યો ઢોર માર, મોઢે રૂમાલ બાંધી હોસ્ટેલમાં ઘૂસ્યા, મેસેજનો મામલો!

LD એન્જિ.ની હોસ્ટેલમાં મોટી બબાલ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 04:16 PM IST

LD Engineering College Student Controversy : અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સામે આવતા હલચલ મચી ગઈ છે. ઘટના કોલેજના હોસ્ટેલની હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં વિદ્યાર્થી સંગઠનના કેટલાક લોકોએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. હુમલામાં વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસે અને કોલેજ તંત્ર હરકતમાં

મળતી માહિતી મુજબ, હુમલો કરનારોએ મોઢા પર રૂમાલ બાંધીને હોસ્ટેલમાં પ્રવેશ કરી વિદ્યાર્થીને માર માર્યો હતો. આ તમામ ઘટના શિક્ષણના ધામમાં બનતા કોલેજ તંત્ર અને પોલીસ બંને હરકતમાં આવ્યા હતા. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે હોસ્ટેલ ખાતે પહોંચી અને વધુ તપાસ શરૂ કરી છે.

જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ પર હુમલો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઝઘડો બે દિવસ જૂની મારામારીના બદલા રૂપે થયો હતો. બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ અને ગુજરાતી વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓએ ગુજરાતી વિદ્યાર્થીને માર માર્યો હતો. આ ઘટનાને પગલે વિદ્યાર્થી સંગઠનના કાર્યકરો મેદાનમાં આવ્યા અને બદલાની ભાવનમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે.

કોલેજ કેમ્પસમાં સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા

આ સમગ્ર મામલો હવે પોલીસ સુધી પહોંચ્યો છે અને કોલેજ કેમ્પસમાં સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. પોલીસે બંને પક્ષો પાસેથી નિવેદનો લઈ તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now