Home Gujarat Big Gift From The State Government To The Employee Of St Corporation

એસ.ટી નિગમના કર્મચારીઓને રાજ્ય સરકારની મોટી ભેટ : મોઘવારી ભથ્થામાં કર્યો વધારો, જાણો કેટલો?

એસ.ટી નિગમના કર્મચારીઓને રાજ્ય સરકારની મોટી ભેટ
Published by: OBS Bureau
Last Updated: Aug 26, 2025, 01:11 PM IST

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. CM દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓને હાલમાં મળતા મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારા બાદ હવે કર્મચારીઓને 53% ના બદલે 55% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલા હજારો કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે અને તેઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

મોઘવારી ભથ્થામાં કર્યો 2 ટકાનો વધારો

મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે સાથે, સરકારે કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કર્મચારીઓને આર્થિક રીતે મોટો ફાયદો થશે. સરકારના આ હકારાત્મક નિર્ણય થકી કુલ રૂ. 30 કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. આ રકમ તેમને આર્થિક રીતે મદદરૂપ થશે અને જીવનધોરણ સુધારવામાં પણ સહાયક બનશે.

53% ના બદલે 55% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે

આ નિર્ણય લેવાઈ ગયો હોય, પરંતુ ટૂંક સમયમાં જ આ માટેની વિગતવાર માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. આ માહિતીમાં મોંઘવારી ભથ્થાના વધારાની તારીખ અને એરિયર્સની ચૂકવણીની પદ્ધતિ જેવી બાબતોનો સમાવેશ થશે. કર્મચારીઓ આ વિગતવાર માહિતીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ નિર્ણય CM ની કર્મચારીલક્ષી નીતિ દર્શાવે છે અને રાજ્યના કર્મચારીઓના કલ્યાણ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now